Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડક દારૂબંધીની અસલિયત ઉઘાડી પડી
અમદાવાદ તા. ૨૪: સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી જતા બોટલો લૂંટવા લોકોની પડાપડી થઈ હતી, જે રાજયની દારૂબંધની અસલિયત દર્શાવે છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દૃશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને દારૂની બોટલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, સાણંદના મુનિ આશ્રમ રોડ તરફ એક રાજસ્થાન પાર્સિંગની દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પોલીસને જાણ કરાતા કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.' દારૂ ભરેલી ટ્રક કડી તરફથી સાણંદ તરફ આવી રહી હતી. તે દરમિયાન રોડ પર તાજેતરમાં જ બનાવેલા બમ્પ પરથી પસાર થતાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઇ જતાં રસ્તા પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. હાલમાં મળી રહેલી માહિતી મુજબ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂની બોટલો અને મુદ્દામાલની ગણતરી ચાલી રહી છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial