Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્ક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી મહત્ત્વના નિર્ણયો લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાનના કામમાં આપની ગણતરી ઊંધી પડે
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસ પસાર થાય તેમ આપના ઉચાટ-ઉદ્વેગ ઓછા થતાં જાય. આપના કામમાં વ્યસ્ત થતા જાવ. વાણીની સંયમતા રાખવી.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫
Cancer (કર્ક: ડ-હ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧
Leo (સિંહ: મ-ટ)
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસ પસાર થાય તેમ ધીમે ધીમે આપને રાહત થતી જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯
Libra (તુલા: ર-ત)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સરળતા થતી જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં સંભાળવું પડે. નાણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮
Capricorn (મકર: ખ-જ)
જેમ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા ઓછી થતી જાય. પરંતુ તેમ છતાં માનસિક વ્યગ્રતા અનુભવો.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપને કામકાજમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય અંગે ખર્ચ-ખરીદી જણાય. સામાજિક-વ્યાવહારિક કામ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮