Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય કોચિંગ સેન્ટરના સંચાલકે ધમકી આપ્યાનો દાવો
પટના તા. ૦૩: ૫ટનાના ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલો થતા ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી છે, પરંતુ ફાયરિંગનો દાવો ખોટો ઠર્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
બિહારની રાજધાની પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર ગત રાત્રે ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. કોચિંગ સેન્ટર પર થયેલા હુમલો મામલે જાણીતા શિક્ષક ખાન સરે પોતે આ માહિતી આપી હતી.
હવે સમગ્ર મામલે પટના પોલીસનું નિવેદન આવ્યું છે. જેમાં પટના પોલીસે જણાવ્યું છે કે, ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર કોઈ ફાયરિંગ થયું નથી. પટણા પોલીસે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, રાત્રે લગભગ ૧૦ વાગ્યે કદમકુઆં પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સેન્ટરમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો અને તોડફોડ કરી હોવા અંગે માહિતી મળી હતી. અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું હતું કે, પટનાની જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ૧૫ થી ૨૦ વ્યક્તિઓએ પથ્થરમારો અને તોડફોડ કરી હોવાનો આરોપ છે. કોચિંગ સેન્ટર પર ફાયરિંગ થયાના દાવા અંગે પોલીસે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં કોઈ ફાયરિંગ થયાની પુષ્ટિ થઈ નથી. અગાઉ પણ કોચિંગ સેન્ટરની બહાર ૧૦ થી ૧૨ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમો દરોડા પાડી રહી છે. સ્થાનિક રહેવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે ટૂંક સમયમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનામાં એક ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી છે. જેમાં બે કોચિંગ સેન્ટરો વચ્ચે સત્તા સંઘર્ષ હોવાનું બહાર આવ્યું છે.
ખાન સરે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ઇચ્છતા હતા કે તેઓ આટલી ઓછી ફીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું બંધ કરે જેના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું. ખાન સરે નજીકના એક કોચિંગ સેન્ટર પર ફાયરિંગ કરીને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહૃાું કે, ' અન્ય કોચિંગ સેન્ટરના સંચાલકે અમને ધમકી આપી હતી. જેના પછી આ ઘટના બની.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial