Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક ફોરમમાં કરવામાં આવી હતી બે ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગરના એક મહિલાએ સાત વર્ષ પહેલાં મેડિક્લેઈમ મેળવ્યા પછી પાંચ વર્ષ પહેલા અને ગયા વર્ષે સારવાર લેવી પડી હતી તેનો કલેઈમ વીમા કંપનીએ નકારતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે બંને ક્લેઈમની રકમ રૂ।.૪,૪૮,૨૯૪ ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના શીલાબેન પ્રવીણભાઈ વસોયા નામના મહિલાએ નીવાબુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી પોર્ટેબિલીટી કરાવી વર્ષ ૨૦૧૯માં મેડિક્લેઈમ મેળવ્યો હતો. તે પછી વર્ષ ૨૦૨૪માં શીલાબેન બીમાર થતાં તેઓએ જામનગરની એક હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. તેમાં રૂ।.૧,૦૧,૪૩૬નો ખર્ચ થયો હતો. તે ક્લેઈમ વીમા કંપનીએ નકાર્યાે હતો.
ત્યારપછી ફરીથી આ મહિલાને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં તેઓએ રૂ।.૩,૪૬,૮૫૮નો ખર્ચ થયો હતો. તે ક્લેઈમ પણ વીમા કંપનીએ નકારતા ગ્રાહક ફોરમમાં બે ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદો ચાલી જતાં ફોરમે કુલ રૂ।.૪,૪૮,૨૯૪ની રકમ મંજૂર કરી છે. એક મહિનામાં તે રકમ ન ચૂકવાઈ તો ૯ ટકા વ્યાજ આપવા પણ આદેશ કરાયો છે. રૂ।.૧૦ હજાર ખર્ચ પેટે અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial