Advertisement
Author: નોબત સમાચાર

બેભાન હાલતમાં મળી આવેલા યુવાનનું મૃત્યુ

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા પાસે મટીરીયલ ગેઈટ સામે વસવાટ કરતા મૂળ પંજાબના એક યુવાન સોમવારે રાત્રે બેભાન હાલતમાં મળી આવ્યા પછી સારવાર દરમિયાન મોતને શરણ થયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર નજીકના પડાણા ગામ પાસે મટીરીયલ ગેઈટ સામેથી સોમવારે રાત્રે પોણા બારેક વાગ્યે મૂળ પંજાબ રાજ્યના તરણતારણ જિલ્લાના ડાંગ ગામના વતની અને હાલમાં મટીરીયલ ગેઈટ સામે રહેતા સુખમીતસિંઘ અમરજીતસિંઘ (ઉ.વ.૩૭) નામના શીખ યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

આ યુવાનને ખજાનસિંઘ નહારસિંઘ શીખે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ખજાનસિંઘે પોલીસને જાણ કરી છે. મેઘપરના એએસઆઈ વી.જી. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh