Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાનની કરાઈ હતી સરાજાહેર હત્યાઃ
જામનગર તા. ૩: જામનગરના સાતરસ્તા સર્કલ પાસે થોડા વર્ષ પહેલાં રાત્રિના સમયે બે યુવાન પર જીવલેણ હુમલો થયો હતો અને એક યુવાનનું ગંભીર ઈજાથી મૃત્યુ થયું હતું. હત્યાના આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના સુમેર કલબ રોડ પર થોડા વર્ષ પહેલાં રાત્રિના સમયે મહેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ ઉર્ફે અજયસિંહ ઝાલા નામના યુવાનો નાસ્તો કરવા એક રેંકડીએ ગયા ત્યાં જીતુ રાજુભાઈ મકવાણા નામના શખ્સ સાથે સામે જોવાની બાબતે બોલાચાલી થઈ હતી. આ વેળાએ જીતુએ ફોન કરીને અન્ય વ્યક્તિઓને બોલાવી લીધા હતા.
ત્યારપછી મહેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ નીકળી જતા સાતરસ્તા પાસે જીવલેણ હથિયારો સાથે સ્કૂટર તથા મોટરમાં ધસી આવેલા જીતુ રાજુભાઈ, રફીક ઉર્ફે અમજદ ઈબ્રાહીમ ખફી, અલ્તાફ વલીમામદ નાઈ, અસગર બશીર બુઢાણી, રહીમ કાસમ ઉર્ફે બેરો નામના શખ્સોએ હુમલો કરી પ્રદીપસિંહની હત્યા કરી નાખી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીઓમાંથી અસગર બશીર બુઢાણીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અમિત જે. પરમાર, રાહુલ જે. પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial