Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે જેસીબી, ચાર ટ્રેક્ટર કબજે કરી લેવાયાઃ
જામનગર તા. ૩: દ્વારકા જિલ્લાના જામપર ગામના મીઠડી ધાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી મોરમનું ખનન કરાતંુ હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબી ટીમે સ્થળ પરથી બે જેસીબી તથા ચાર ટ્રેક્ટર કબજે કરી લીધા છે. આ બાબતની ખાણખનીજ ખાતાને જાણ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામપર ગામની સીમમાં અનઅધિકૃત રીતે મોરમનું ખનન કરાતું હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના પીઆઈ એન.એચ. જોષીની સુચનાથી પીએસઆઈ બી.એન. દેવમુરારી તથા સ્ટાફે જામપર ગામની મીઠડી ધારમાં દરોડો પાડયો હતો.
તે સ્થળેથી ગેરકાયદેસર રીતે ખોદી કાઢવામાં આવતી માટી અને તેનું ટ્રેક્ટર મારફતે કરાતું વહન ઝડપાઈ ગયું છે. સ્થળ પરથી જેસીબી મશીન, ચાર ટ્રેક્ટર કબજે કરી લેવામાં આવ્યા છે. આ બાબતની ખાણખનીજ ખાતાને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial