Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હાપા નજીક
જામનગર તા. ૨: જામનગરના હાલાર વિપશ્યના કેન્દ્ર દ્વારા જામનગર-હાપા-ઠેબા ગામની સીમ પાસે કાયમી હાલાર વિપશ્યના કેન્દ્ર ધમ્મ સાગર સ્થાપિત કરવા માટે ચાર વિઘા જમીન નિર્ધારીત કરવામાં આવી છે.
આ જગ્યા પર બાંધકામની શરૂઆત કરતા પહેલા ભૂમિને ધર્મના તરંગોથી અપ્પ્લાવિત કરવાના મહા-તાપોદાન સમારોહનું આયોજન તા. ૭-૬-૨૬ના સવારે ૭:૩૦ થી ૧૧ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સર્વે વિપશ્યી જુના સાધકોને આ મહા તાપોદાનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નાગદાનભાઈ વરૂનું ખેતર, વાછરાડાડાના મંદિર પાસે, ફાર્મ હાઉસની બાજુમાં, ઠેબા ગામ અને હાપા ગામ વચ્ચે, જામનગરના સરનામે આ સમારોહ યોજાનાર છે. રજીસ્ટ્રેશન માટે મો. નં. ૯૯૭૯૮ ૯૩૦૪૯ અને ૯૯૦૯૦ ૧૦૨૪૫ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial