Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળની નાલંદા આશ્રમ શાળામાં ધો. ૯ અને ૧૦મા એડમિશન શરૃઃ ગરીબ વિદ્યાર્થીઓને ઉજળી તક

શિક્ષણ, હોસ્ટેલ, નિવાસ, ભોજન, સુવિધાઓ નિઃશુલ્ક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર જિલ્લાના લાખાબાવળ ગામમાં માનવ કલ્યાણ સંઘ સંચાલિત "નાલંદા આશ્રમ શાળા' દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધો. ૯ અને ૧૦માં નવા પ્રવેશ શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાનો મુખ્ય હેતુ સમાજના ગરીબ, અનાથ, પછાત અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ગુણવત્તાભર શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય પૂરૃં પાડવાનો છે. સંસ્થાની સૌથી વિશેષ બાબત એ છે કે અહીં વિદ્યાર્થીઓને શિક્ષણ, હોસ્ટેલ, રહેવા-જમવાની વ્યવસ્થા, માર્ગદર્શન અને દૈનિક આવશ્યક સુવિધાઓ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. વિદ્યાર્થી પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

આજના સમયમાં અનેક પરિવારો માત્ર  આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી. આવા પરિવારો માટે નાલંદા આશ્રમ શાળા આશાનું કેન્દ્ર બની રહી છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર પાઠ્ય શિક્ષણ જ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત, સ્વચ્છતા, વ્યક્તિત્વ વિકાસ અને સારા નાગરિક તરીકે ઘડતર માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

સંસ્થા હેઠળ પંચશીલ હોસ્ટેલ, મેઘધારૂ હોસ્ટેલ અને સિદ્ધાર્થ હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પરિવાર જેવી લાગણી સાથેનું વાતાવરણ આપવામાં આવે છે. સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન માટે આધુનિક રસોડું, વિશાળ કેમ્પસ, રમતો માટે મેદાન, હરિયાળું અને શાંતિમય વાતાવરણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની રહ્યું છે.

સંસ્થાના ટ્રસ્ટીઓએ સમાજના આગેવાનો, શિક્ષકો, સમાજ સેવકો તથા જાગૃત નાગરિકોને ખાસ અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તાર અથવા આસપાસમાં રહેતા ગરીબ, અનાથ અથવા ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શોધી તેમને આ સંસ્થામાં અભ્યાસ માટે મોકલવા સહયોગ આપે. કોઈપણ બાળક માત્ર ગરીબીના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજના સહકાર માટે તથા વાલીઓ/સમાજના લોકોને સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે ટ્રસ્ટી અખિલ પરમાર (મો. ૯૮૯૮૮ ૫૫૮૫૫), માલદેભાઈ (પ્રિન્સીપાલ, મો. ૯૦૬૭૫ ૭૯૧૨૮), રાકેશભાઈ (મો. ૯૩૨૭૪ ૭૫૧૫૯), તારાબેન મકવાણા (મો. ૭૯૮૪૧ ૭૧૭૭૬), રાણાભાઈ (મો. ૯૮૨૫૪ ૩૮૯૭૭), અશ્વિનભાઈ (મો. ૯૯૦૪૯ ૩૬૧૭૪)નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh