Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજે પૈસા મેળવ્યા પછી ચૂકવી આપ્યા હોવા છતાં મોટર પરત ન આપનાર શખ્સ સામે રાવ

રૂ।.૬ લાખ ૪૦ હજારના ચૂકવી અપાયા રૂ।.૭ લાખ ૭૦ હજાર!:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના એક આસામીએ દોઢ વર્ષ પહેલાં રૂ।.૬ લાખ ૪૦ હજાર હાથઉછીના મેળવી એક આસામીને ચાર કોરા ચેક આપ્યા હતા. વ્યાજે નાણા ધીરનાર જાંબુ નામના શખ્સે તે રૂપિયામાંથી નાણા મેળવનાર આસામીના ભત્રીજાના નામની મોટર હપ્તે ખરીદ્યા પછી વ્યાજ સાથે નાણા ચૂકવાઈ ગયા હોવા છતાં મોટર આપવાનો ઈન્કાર કરી ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર ભાનુ પેટ્રોલપંપ પાછળ વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ રાઘવજીભાઈ કણઝારીયા નામના પ્રૌઢે વર્ષ ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં મારૂ કંસારા હોલ સામે વસવાટ કરતા અશોકભાઈ મુળજીભાઈ નંદા ઉર્ફે જાંબુ પાસેથી રૂ।.૬ લાખ ૪૦ હજાર વ્યાજે લીધા હતા.

તે રકમમાંથી રૂ।.૧ લાખ ડાઉન પેમેન્ટ ભરી મુકેશભાઈના ભત્રીજા શુભમ જેરામભાઈ કણઝારીયાના નામની અશોકે મોટર ખરીદી  પોતાની પાસે રાખી હતી અને મુકેશભાઈએ ચાર કોરા ચેક સિક્યુરિટીમાં અશોક ઉર્ફે જાંબુને આપ્યા હતા. રૂ।.૬ લાખ ૪૦ હજાર અને તેના પર વ્યાજ ગણી કુલ રૂ।.૭ લાખ ૭૦ હજાર મુકેશભાઈએ ચૂકવી આપ્યા પછી પણ અશોકે મોટર ન આપતા મુકેશભાઈએ મોટર પરત માંગી હતી. તેથી અશોક ઉર્ફે જાંબુએ મૃત્યુનો ભય બતાવી ફોનમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુકેશભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh