Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
રાજકોટ તા. ૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬' અંતર્ગત ૧૫ મે થી ૫ જૂન ૨૦૨૬ સુધી વ્યાપક પર્યાવરણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) રાજકોટ ડેપો પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પ્રસંગે ડિવિઝનલ મેનેજર ગિરિરાજ મીના, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન રાજકોટના અધ્યક્ષ મુકેશી મીના તેમજ તેમની ટીમ, સિનિયર ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર પંકજ બંસલ, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્રસિંહ,સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર મેઘરાજ તાતેડ તથા ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વરસિંહ સહિતના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ સહભાગી થયા હતા.
કાર્યક્રમ દરમ્યાન આશરે ૪૦ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ દ્વારા તેના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે પ્લાસ્ટિકના મર્યાદિત ઉપયોગ, વીજળી અને પાણીની બચત કરવા તેમજ સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ જાળવી રાખવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial