Advertisement
Author: નોબત સમાચાર

શહેરની નદી બની છે નર્કાગાર..., ચોમાસા પહેલા સફાઈ કેમ થતી નથી ?

અખબારોમાં છપાવવા માત્ર ફોટા પડાવીને કાગળ પર બતાવી દેવાઈ પ્રિ-મોન્સુન કામગીરી... આ રહ્યો તેનો પ્રત્યક્ષ પુરાવો...

                                                                                                                                                                                                      

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ થઈ ગઈ હોવાના પરંતુ તે અહેવાલો ફોટા સહિત અખબારોમાં પ્રસિદ્ધ થયા હતાં.  પરંતુ ફક્ત તસ્વીરો પ્રસિદ્ધ કરાવી અને આ પ્રિ-મોન્સુન કામગીરી બંધ કરી દેવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સમગ્ર દેશમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની છડી પોકારી રહી છે ત્યારે ગુજરાતમાં થોડા દિવસોમાં મોન્સુન એક્ટિવ થઈ જશે તેવા અહેવાલો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જામનગર શહેરમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ માત્ર કાગળ પર જ પ્રિ-મોન્સુન કામગીરી થઈ હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે. તેવા સમયે જામનગરની ઓળખ સમાન રંગમતી-નાગમતી નદીમાં શું આ પ્રિ-મોન્સુન કામગીરી કરવાની દરખાસ્ત નહીં હોય શું...? રંગમતી નાગમતી નદી પર રિવર ફ્રન્ટ બનાવવાની વાતો પણ થઈ રહી છે. પરંતુ પહેલા આ રંગમતી-નાગમતી નદીમાં પડેલા કચરાને તો વરસાદ પહેલા સાફ કરાવો... અન્નપૂર્ણા સર્કલથી કાલાવડ નાકા બહાર તરફ જવાના રસ્તે આવેલ નદીમાં તો અત્યંત દુર્ગંધ મારતો કચરો ખડકાયેલો છે. થોડા વરસાદ પછી જ આ બેઠો પુલ બંધ થઈ જાય છે અને આસપાસ આવેલી સોસાયટીઓના ઘરોમાં પાણી ઘુસી જતાં હોય છે. જો આ નદીમાં રહેલા કચરાને સાફ કરવામાં આવે તો પાણીનો પ્રવાહ પણ ન રોકાય અને આસપાસના ઘરોમાં પાણી ન ફરી વળે. તેવી જ રીતે સુભાષ બ્રિજ પર થી આ નદીને જોઈએ તો નદીમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. વ્હોરાના હજીરા સાઈડ બાવળો ઉગી નિકળ્યા છે શું વરસાદ પહેલાં રંગમતી-નાગમતી નદીમાં પ્રિ-મોન્સુન કામગીરી થશે...? તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. દર વર્ષે વરસાદના કારણે આ નદીના આસપાસના ઘરોમાં પાણી ઘુસી જતાં હોય છે અને નગર સેવકો કોઈ દરકાર પણ નથી લેતા હોતા ત્યારે આ વર્ષે શું નવનિયુક્ત થયેલા નગરસેવકો પ્રિ-મોન્સુન કામગીરી માટે અધિકારી-પદાધિકારીઓને રજુઆત કરશે કે કેમ...? ખાસ કરીને વોર્ડ નંબર ૧૧ માં રહેતાં લોકોને રંગમતિ-નાગમતિ નદીના પાણી ઘરોમાં સોસાયટીમાં ઘુસી જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ વર્ષે હમણાં જ હજુ મહાનગરપાલીકાની ચૂંટણીઓ પૂરી થઈ છે અને જનતાએ ફરી વખત ભાજપના નગર સેવકો પર ભરોસો રાખી અને બહુમતી અપાવી છે ત્યારે જોવાનું રહ્યું કે રંગમતિ-નાગમતી નદીની સફાઈ થાય છે કે કેમ...? રિવર ફ્રન્ટ તો જ્યારે બને ત્યારે બસ ખાલી નદીની સફાઈ થઈ જાય તો પણ લોકોને હાશકારો થાય તેવું ચર્ચાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh