Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીના લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં ભીષણ આગથી ૨૧ લોકોના મોત

ફાયરબ્રિગેડની દસ ગાડીઓ આગ બુઝાવવા તૈનાતઃ ૩૭ને બચાવાયાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: દિલ્હીમાં વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે અને માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા ૨૧ના મોત થયા છે. આગ લગવાનું કારણ અકબંધ છે.

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી હોનારત સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

ફાયર વિભાગને સવારે લગભગ ૯ વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તરત જ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પ્રતિભાવ તરીકે બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઈટિંગ યુનિટ્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે ફાયર ફાઈટર્સ દ્વારા બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને ૨૧ પર પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હતી.

આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા ૩૭ લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, એસએચઓ, એસડીએમ અને એમસીડીના ડેપ્યુટી કમિશનરને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સાઉથ દિલ્હીના એસડીએમ, ડીડીએમએ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ અમે અમારી ડીડીએમએ સેલને સક્રિય કરી હતી. પ્રાથમિક તપાસમાં આગ રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હોવાનું જણાય છે, પરંતુ અત્યારે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh