Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામખંભાળીયા ૫ંથકમાંથી પણ બાંગ્લાદેશી ઝડપાયોઃ રાજયમાં આખી રાત ચાલ્યુ સઘન સર્ચ ઓપરેશન
અમદાવાદ/જામનગર તા. ૩: ગુજરાત પોલીસે રાજયવ્યાપી સર્ચ ઓપરેશન હાથ ધરીને ગત્ રાત્રે કરેલ ચકાસણી દરમિયાન અમદાવાદ અને રાજકોટમાંથી ૩૨૨ શકમંદોને દબોચ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧૩૧ લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે અને અન્ય લોકોની પુછપરછ ચાલી રહી છે. જામખંભાળીયા પંથકમાંથી પણ બાંગ્લાદેશી દબોચાયો હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ૨ જૂનની મોડી રાત્રે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસે આખી રાત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સેંકડો શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કુલ ૨૯૧ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા. પકડાયેલા લોકોમાંથી પ્રાથમિક તપાસમાં જ ૧૩૧ લોકો બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્ય ૧૬૦ શંકાસ્પદ લોકોની ઓળખ પત્ર અને અન્ય પુરાવા અંગે હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. તમામ શકમંદોને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજી તરફ રાજકોટમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે પોલીસે આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રાજકોટ પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી આશરે ૩૧ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમના ડોક્યુમેન્ટ્સની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં એકસાથે લેવાયેલા આ એક્શનથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ તમામ લોકોના સ્થાનિક કનેક્શન અને બોગસ દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેથી આ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે બોગસ દસ્તાવેજો બનાવનારા દોષિતો સામે પણ અત્યંત કડક કાનુની કાર્યવાહી થશે, તેમ જણાય છે.
મોટા ભાગના શકમંદો વર્ક પરમીટ સાથે રાજકોટમાં રહી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જે લોકો આધાર પુરાવા નથી આપી શક્યા તેમના માટેની તપાસ પૂછપરછ હાલમાં ચાલુ છે. જેમની પાસે વિઝા કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહિ મળે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ૧ જૂન,૨૦૨૫થી ૧૭ એપ્રિલ, ૨૦૨૬ સુધીના સમય દરમિયાન કુલ ૩૮ બાંગ્લાદેશી નાગરિકો જેમાં ૨૯ મહિલા, ૬ પુરુષ અને ૩ બાળકોનો સમાવેશ થાય છે જેને ઝડપી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં સતત ચાલતી કાર્યવાહીઓ પછી ગેરકાયદેસર રીતે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહૃાા છે. તેઓ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલો, કામદારોના રહેઠાણો અને વ્યાવસાયિક સ્થળોમાં પોતાની ઓળખ બદલીને રહેવાનો પ્રયાસ કરી રહૃાા છે. આ જ કારણસર હવે પોલીસ માત્ર ચંડોળા સુધી મર્યાદિત નહીં રહેતા સમગ્ર શહેરમાં એકસાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ગઇકાલે વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં એકસાથે ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસના વાહનો, અધિકારીઓના કાફલા અને સતત ચેકિંગને કારણે અનેક વિસ્તારોમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ક્યાંક હોટલોમાં તપાસ ચાલી રહી હતી તો ક્યાંક ભાડાના મકાનોમાં રહેતા લોકોના દસ્તાવેજો ચકાસવામાં આવી રહૃાા હતા.
ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં જ્યારે એસઓજીની ટીમ પહોંચી ત્યારે ત્યાંના કેટલાક સ્પા સેન્ટરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલાક સ્પા સેન્ટરોમાં બાંગ્લાદેશી યુવતીઓ કામ કરતી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ એક સ્પા સંચાલક સ્થળ છોડીને ભાગી ગયો હતો અને સ્પા સેન્ટરને બહારથી તાળું મારી દીધું હતું. અંદર રહેલી યુવતીઓ બહાર નીકળવાના રસ્તા શોધી રહી હતી ત્યારે પોલીસ તાળું તોડવાના પ્રયાસમાં લાગી હતી. આ દરમિયાન જે બન્યું તે ફિલ્મી દૃશ્યો જેવું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશના કારણે ગેરકાયદે બાંગ્લાદેશીઓમાં ફફડાટ વ્યાપ્યો હોવાનુ પણ સુત્રો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial