Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ ક્ષેત્રના મંડળો- સંઘો- શૈક્ષણિક કર્મીઓના સંગઠનોએ
જામનગર તા. ૩: શિક્ષણ જગતના શૈક્ષણિક અને કર્મચારી સંગઠનોએ જામનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
: શિક્ષણ જગતના શૈક્ષણિક અને કર્મચારી સંગઠનોએ જામનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત સમયે જામનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એન. ઝાલા,. આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તથા સિટી ઇજનેર ભાવેશ જાની પણ ખાસ ઉપસ્થિત રહૃાા હતા. મ્યુનિસિપલ કમિશનર અને આ ઉચ્ચ વહીવટી અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ સંગઠનોના પ્રતિનિધિઓએ નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયાને પુષ્પગુચ્છ અર્પણ કરી જામનગરની પાવન ધરા પર આવકાર આપ્યો હતો. અને તેમના સફળ કાર્યકાળ માટે મંગલકામનાઓ પાઠવી હતી.
જામનગર જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ દિપકભાઈ ઠક્કર તથા મહામંત્રી જતીનભાઈ શાહ. બિન શૈક્ષણિક સંઘના પ્રમુખ આદેશભાઈ મહેતા, માધ્યમિક શિક્ષક સંઘ (સરકારી) મહામંત્રી વિજયભાઈ ચૌહાણ, માધ્યમિક પ્રિન્સીપાલ સંઘ પ્રમુખ અજયસિંહ ગોહિલ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ (જામનગર)ના મહામંત્રી રાકેશભાઈ માકડિયા, મંત્રીઓ સંજયભાઈ મેસીયા, મંત્રી સંજયભાઈ ચંદ્રા તેમજ સંઘના તમામ કારોબારી સભ્યો જોડાયા હતા.
મુલાકાત દરમિયાન હોદ્દેદારોએ નવનિયુક્ત કમિશનર તથા ઉપસ્થિત ઉચ્ચ અધિકારી ઓ સાથે ખૂબ જ હકારાત્મક અને રચનાત્મક સંવાદ સાધ્યો હતો. જામનગર શહેરના શૈક્ષણિક વિકાસ, શિક્ષકો અને કર્મચારીઓના કલ્યાણ તેમજ વહીવટી પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા માટે તમામ સંગઠનો હંમેશાં શાસન અને પ્રશાસન સાથે ખભેખભા મિલાવીને સહયોગ આપશે તેવી ખાતરી ઉચ્ચારવામાં આવી હતી.
નવનિયુક્ત કમિશનર અને નાયબ તથા આસિસ્ટન્ટ કમિશનરએ પણ તમામ હોદ્દેદારોની લાગણી અને સત્કારને સહર્ષ સ્વીકારી, જામનગરના પ્રગતિ પથને વધુ વેગવંતો બનાવવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial