Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોનો અવાજ અને ધારાસભ્યની વર્ષો જુની ખ્વાહીશ પૂરીઃ
ખંભાળિયા તા. રઃ અગ્રણીઓની વર્ષો જુની માંગણી મુજબ આઝાદી પછી પ્રથમ વખત ખંભાળિયા વિસ્તારમાં બે મોટા ડેમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.
ખંભાળિયાના ધારાસભ્ય તરીકે અગાઉ એક વખત ચૂંટણી હારી ગયેલા અને આ ટર્મમાં ચૂંટાયેલા મૂળુભાઈ બેરા ધારાસભય થયા અને રાજ્ય મંત્રી થયા ત્યારે ખંભાળિયાની જનતાની એક જ માંગ હતી કે ખંભાળિયાશહેર વાડી વિસ્તારોમાં આઝાદી પછી ઘી ડેમ સિવાય કોઈ ડેમ બન્યો જ નથી તેમાં કંઈક કરો તે હવે ફળીભૂત થશે.
ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતા નીચે વહેતુ પાણી મીઠું પાણી દરિયામાં સ્સલાયા પાસે ભળતા નિરર્થક જતું હતું તે પાણીને રોકવા માટે તથા ગોઈંજ ગામ પાસે પાણીની ખારાશ આગળ વધતી અટકાવવા રેક્લેમેશન ડેમનો પ્રશ્ન ખૂબ ગૂંચવાયેલો હતો તે પ્રશ્ને ઉકેલીને મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા રાજ્ય સરકાર ત્યાં દસેક કરોડના ખર્ચે મોટો ડેમ બનાવે તથા ઘી ડેમમાંથી છલકાતું પાણી દરિયામાં જવાને બદલી આ વિશાળ ડેમમાં ભરાય તેવું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયું છે તથા ટૂંક સમયમાં સર્વે તાંત્રિક સર્વે ટેસ્ટીંગ વિગેરે કાર્ય હાથ ધરવામાં આવનાર છે.
ખંભાળિયામાં કોટા ગામ પાસે કોલેશ્વર મહાદેવની પાસે ૩પ-૪૯ ફૂટ ઊંચી જગ્યા હોય, તથા ઘી ડેમ ત્યાંથી નજીક હોય, તેની પહેલા એક વિશાળ ડેમ બનાવવામાં આવે તે માટે પણ આયોજન હાથ ધર્યું છે. જે માટે અગ્રણીઓ સંજયભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણઝારિયા વિગેરે દ્વારા રજૂઆત કરાઈ હતી.
ખંભાળિયામાં ઘી ડેમ સિવાય બીજો ડેમ બને તે માટે સ્વ. ધારાસભ્યો મેઘજીભાઈ કણઝારિયા, કાળુભાઈ ચાવડા, જેસાભાઈ ગોરિયા તથા અગ્રણી હરિભાઈ વાલજી નકુમે પ્રયત્નો કર્યા હતાં તે હવે સાર્થક થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial