Advertisement
Author: નોબત સમાચાર

અનંત અંબાણીનું વડત્રા પાસે પૂ. મગનભાઈ રાજ્યગુરૂ (બાપજી)એ કર્યું સ્વાગતઃ મંત્રોચ્ચાર

રિલાયન્સ ટાઉનશીપથી પાંચ દિવસ પહેલા દ્વારકાની પદયાત્રાએ નીકળેલા

ખંભાળિયા તા. રઃ રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા કરીને દ્વારકા જવા નીકળેલા અનંત અંબાણી વડત્રા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાએ પહોંચ્યા ત્યારે કથાકાર બાપજી દ્વારા સ્વાગત કરાયું હતું.

રિલાયન્સ ટાઉનશીપથી પાંચ દિવસ પહેલા નીકળેલા રિલાયન્સના અનિલ અંબાણી ગઈકાલે વહેલી સવારે ખંભાળિયાના વડત્રા પાસે પૂ. મગનભાઈ રાજ્યગુરુ બાપજીના વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાએ પહોંચ્યા હતાં.

કથાકાર બાપજી દ્વારા તથા ઋષિકુમારો દ્વારા વેદઋચાઓથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તથા તેઓ દરેક ઋષિકુમારને મળ્યા હતાં તથા તેમની સાથે વાતો કરી હતી તથા કથાકાર 'બાપજી'ના આશીર્વાદ મેળવ્યા હતાં.

ઝેડ પ્લસ સિક્યોરીટી તથા પોલીસ તથા કંપનીના કર્મચારીઓ સાથે નીકળેલા અનંત અંબાણી ખૂબ જ આનંદપૂર્વક રોજ પદયાત્રા કરે છે તથા રસ્તામાં આવતા મંદિરોમાં પણ દેર્શને જાય છે.

શ્રીજીબાવા દ્વારકાધીશે શક્તિ આપી છેઃ યુવાનો

ચિંતા ના કરો ભગવાન છે!!

ગઈકાલે રાત્રે પ્રથમ વખત પદયાત્રામાં મીડિયાની સમક્ષ બોલતા અનંત અંબાણીએ તેઓ ભગવાન શ્રીજીબાવા તથા દ્વારકાધીશે શક્તિ આપતા પ્રથમ વખત પગપાળા દ્વારકા જઈ રહ્યાનું જણાવીને બધાના માલિક તથા રાજા શ્રીજીબાવા તથા દ્વારકાધીશ હોવાનું જણાવીને બધાનું ભગવાન સારૂ કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.

યુવાનોને ખાસ સંદેશ આપતા તેમણે જણાવેલ કે યુવાનોએ સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ તથા યુવાનો શ્રીજીબાવા તથા દ્વારકાધીશના આશીર્વાદ લઈને આગળ વધો 'ભગવાન' છે ચિંતા ના કરોનું જણાવ્યું હતું.

કથાકાર બાપજીના આશીર્વાદ

અનંત અંબાણીને આશીર્વાદ આપતા કથાકાર પૂ. મગનભાઈ રાજ્યગુરુએ અનંતભાઈની દ્વારકાધીશની પદયાત્રા આવડી મોટી વ્યક્તિની સામાન્ય જનની જેમ પદયાત્રા યુવાનો માટે પ્રેરણા રૂપ હોવાનું જણાવીને દ્વારકાધીશ તથા શ્રીજીબાવા પ્રત્યે શ્રદ્ધાની પ્રશંસા કરીને આશીર્વાદ આપ્યા હતાં તથા હાલમાં ચાલતા દ્વારકાધીશ ભગવાનના સંદર્ભમાં સ્વામિનારાયણ સાધુઓના બયાનોની આકરી ટીકા કરીને ખોટું ના બોલો સત્ય બોલો પ્રભુ તમને સદ્બુદ્ધિ આપે તેમ કહ્યું હતું.

હનુમાન ચાલીસા સાથે પદયાત્રા

રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા જવા નીકળેલા અનંત અંબાણી રોજ ૧૦-૧૧ કિલોમીટરનું અંતર કાપીને બીજે દિવસે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી શરૂ કરે છે. રિલાયન્સથી દ્વારકા ૧ર૦ કિ.મી. જેટલું દૂર છે. જેમાંથી ૭૦ કિલોમીટર જેટલું અંતર તેઓ કાપી રહ્યા છે.

રિલાયન્સના સુરક્ષાકર્મીઓ, સ્વયંસેવકો, આગેવાનો તથા પોલીસ સુરક્ષાકર્મીઓ સાથે મોટે મોટેથી હનુમાન ચાલીસાના આખા પાઠ બોલતા બોલતા અનંત અંબાણી પદયાત્રામાં ચાલે છે.

હોટલોમાં ખોરાક માટે જતા મરઘાનો ટેમ્પો આખો છોડાવી જીવદયા કરતા અનંત અંબાણી

ગઈકાલે ખંભાળિયા પાસેથી પદયાત્રામાં જતા અનંત અંબાણીના ધ્યાને હોટલોમાં ખોરાક માટે જતા મરઘા-કૂકડાનો મોટો ટેમ્પો દેખાતા તેમાંથી એક મરઘાને હાથમાં લઈને આખા ટેમ્પાના તમામ મરઘા પૈસા આપીને કતલમાં લઈ જતા બચાવીને તેમને વનતારામાં મોકલવાનું જીવદયાનું કાર્ય કર્યું હતું જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh