Advertisement
Author: નોબત સમાચાર

ઈપીએફઓના પેન્શનર સભ્યોનો આક્રોશઃ પેન્શનની રકમમાં વધારો કરવા રજુઆત

પેન્શનમાં વધારાની જોગવાઈ જ નથીઃ

જામનગર તા. ૨: ઈપીએફઓના દેશભરમાં સભ્યો ૫ેન્શનથી નારાજ છે અને સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળે છે.

કેન્દ્ર સરકાર દ્વારા કામદારોને સુરક્ષા આપવા માટે દેશમાં એમ્પ્લોઈઝ  પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. જેને ઈપીએફઓના નામથી ઓળખાઈ છે.

દેશની કંપનીના કામદાર-કર્મચારીઓ ઉપરાંત ખાનગી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વિગેરે મળી આશરે પાંચ કરોડ કામદારો આ સંગઠનના સભ્યો છે જેમને પગાર ચૂકવાય છે. તેના ૮.૩૩ ટકા ફાળો માલિકો દ્વારા કામદારના ૫ીએફમાં જમાં થાય છે.

જ્યારે કામદાર સેવા નિવૃત્ત થાય છે ત્યારે ૧૦ કે તેથી વધુ સમય નોકરી કરી હોય તો ઈપીએફઓ દ્વારા તેને પેન્શન ચૂકવવામાં આવે છે. તે પેન્શનની રકમ ખૂબ જ ઓછી છે. કામદાર સભ્યને ૧૦૦૦ થી ૪૦૦૦ સુધીનું જ પેન્શન મળે છે તે ખૂબ જ ઓછું છે. જેમાં ભવિષ્યમાં વધારો સુવિધાની પણ કોઈ વ્યવસ્થા નથી. જેમકે સરકારી કર્મચારી ધારાસભ્ય, સાંસદને સમયાંતરે વધારાનો લાભ મળે છે. આ પેન્શનની નજીવી રકમ મોટી જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ છે.

આમ પેન્શનમાં વધારો કરવા માટે ચળવળ શરૂ થઈ છે. આથી અસંતોષની માગ ઠારવા વ્યાજબી રકમનું પેન્શન આપવું જોઈએ તેમ ભારતીય મજદૂર સંઘ જામનગરના પૂર્વ સહમંત્રી જયેશ મહેતાએ જણાવ્યું છે.

આ ઉપરાંત ૪-૫ બેંક મારફત જ આ પેન્શન જમા થાય છે. આથી કામદારે ફરજીયાત એ બેંકમાં જ ખાતુ ખોલાવવું પડે છે. આથી તમામ રાષ્ટ્રીય બેંકોને માન્ય રાખવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh