Advertisement
Author: નોબત સમાચાર

માટેલધામ ખોડીયાર માતાજીના મુખ્ય મંદિરમાં ગરબા- આખ્યાનનો કાર્યક્રમ

જામનગરના હર્ષિદા ગરબા મંડળ દ્વારા

જામનગર તા. ૨: શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુકત ઉપક્રમે તા. ૦૬-૦૪-૨૦૨૫ને રવિવાર (રામનવમી)ના શુભદિવસે માટેલધામ ખોડીયાર માતાજીના મુખ્ય મંદિરમાં જામનગરના પ્રખ્યાત શ્રી હર્ષિદા ગરબા મંડળનો ગરબા, દુહા, છંદ, માતાજીના ઓરીજનલ દેશી ગરબા, ભેળીયા તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ સવારના ૮: વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

જેમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભુવા પધારશે અને ખોડીયાર માતાજીની ગાદી શોભાવશે અને ત્યાં તમને માતાજીના માંડવા જેવો માહોલ જોવા મળશે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ખોડીયાર માતાજીના દર્શન કરવા તથા માતાજીના ગુણગાન સાંભળવા દરબારમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ જાહેર આમંત્રણ છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવાયું છે.

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh