Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ઓપન હાઉસ બેઠકમાં
જામનગર તા. ૨: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના સંયુકત ઉપક્રમે યોજાયેલ ઓપન હાઉસ બેઠક યોજાઈ હતી, જેમાં ઉદ્યોગકારોને વિસ્તૃત માર્ગદર્શન અપાયુ હતું.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત પ્રદુષણ બોર્ડ, જામનગરના સંયુકત ઉપક્રમે ઓપન હાઉસ બેઠક યોજાઈ હતી. શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ ઉપસ્થિતોનું સ્વાગત કરેલ હતું. અને કહ્યું હતું કે, આ ઓપન હાઉસ બેઠકમાં જીઆઈડીસીમાં નવા ઉદ્યોગકારોને કઈ રીતે અરજી કરવી તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આજની બેઠકનું આયોજન કરેલ છે.
આ બેઠકમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતાં. આ તકે ચેમ્બર પ્રમુખે શ્રી જી.બી. ભટ્ટ પુષ્પ ગુચ્છથી સન્માન કર્યુ હતું.
તે પછી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિસ (સી.ટી.ઈ.) અને કન્સોલિડેટેડ કન્સેન્ટ અને ઓથોરાઈઝેશન (સી.સી.એ)ની અરજી કરવા માટેની માર્ગદર્શિકા વિષે માહિતી આપેલ હતી. વધુમાં અરજી કરવા માટે ઉદ્યોગકારોએ પ્લાન-નકશો કઈ રીતે રજૂ કરવા, શહેરી વિસ્તાર માટેનું અલગ અરજી ફોર્મ, નાના ઉદ્યોગકારો કે જેઓ ભાડે એકમો ચલાવતા હોય તેઓને મંજૂરી મેળવવા થતી મુશ્કેલી બાબત ચર્ચા કરવામાં આવેલ હતી. તેમજ ઉદ્યોગકારો દ્વારા તેમના એકમોમાંથી નીકળતા અસિડિક પાણીના યોગ્ય નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો તેમની સામે પગલાં લેવા પડતાં હોય છે, આથી પાણી શુદ્ધિની પ્રક્રિયા દરમ્યાન જો ક્રોમ તથા નિકલના પાણીને અલગ અલગ કરવામાં આવે તો અથવા કોઈ અલગ પ્રક્રિયાથી તેનો નિકાલ કરવામાં આવે તેમજ ઈ-વેસ્ટને પણ સેગ્રીગેટ કરવામાં આવે તો પ્રદુષણના પ્રશ્ન ઘટે અને ઉદ્યોગો ફાયદો થશે. આ કાર્યક્રમમાં ચેમ્બર સંલગ્ન ઓદ્યોગિક એસોસિએશનના હોદેદારો, ચેમ્બરની ઉદ્યોગ-ઉર્જા પેનલના ચેરમેન તથા સભ્યો તથા ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ હતાં. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ચેમ્બરના માનદ મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બરના ઉપપ્રમુખ રમણીકભાઈ પી. અકબરીએ કરેલ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial