Advertisement
Author: નોબત સમાચાર

અત્યાર સુધીમાં રૂ.ર૦૦૦ ની આટલી નોટો બેકીંગ સિસ્ટમમાં પરત આવી : હજી અધધ નોટો માર્કેટમાં ફરે છે

હજી૫ણ રૂ. ૬૩૬૮ કરોડની રૂ. ર૦૦૦ ની નોટો લોકો પાસે છે

નવી દિલ્હી તા. રઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપિયા ર૦૦૦ ની ચલણી નોટો અંગે એક મોટુ અપડેટ જાહેર કર્યુ છે. આરબીઆઈએ એવું જણાવ્યું હતું કે, અત્યાર સુધી રૂ. ર૦૦૦ ની ૯૮.ર૧% નોટ બેકીંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આનો અર્થ એ થયો કે હવે ફક્ત ૧.૭૯% એટલે કે લગભગ ૬૩૬૮ કરોડ રૂપિયાની નોટો જ સામાન્ય લોકો પાસે છે. તા. ૩૧-માર્ચ-ર૦રપ સુધીમાં ૩.૪૯ લાખ કરોડની નોટો પરત આવી છે.

જો કે, નોટો પરત કરવાની ગતિ હવે ધીમી પડી ગઈ છે. ગયા વર્ષે ડિસેમ્બર-ર૦ર૪ સુધીમાં ૬,૬૯૧ કરોડ રૂપિયાની નોટો બાકી હતી અને આ વર્ષે માર્ચ સુધીમાં તેમાં થોડો ઘટાડો થયો છે. નિષ્ણાતો માને છે કે, લોકોએ બાકીની નોટો જાણી જોઈને રાખી છે અથવા તેમને તે જમા કરાવવાની તક મળી નથી. આરબીઆ.એ તા. ૧૯-મે-ર૦ર૩ ના ચલણમાંથી ર૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય ૩.પ૬ લાખ કરોડ રૂપિયા હતું. આ નિર્ણય પાછળનો વિચાર સ્વચ્છ નોટ નીતિ લાગુ કરવાનો અને ઉચ્ચ મૂલ્યની નોટો દ્વારા કાળા નાણાને અંકુશમાં લેવાનો હતો. લોકોને આ નોટો જમા કરાવવા અથવા બદલવા માટે પહેલા ૩૦-સપ્ટેમ્બર-ર૦ર૩ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારપછી તેને તા. ૭-ઓક્ટોબર-ર૦ર૩ સુધી લંબાવવામાં આવ્યો હતો. આ પછી પણ આરબીઆઈની ૧૯ પ્રાદેશિક કચેરીઓ અને પોસ્ટ ઓફિસો દ્વારા નોટો જમા કરાવવાની સુવિધા ચાલુ રાખવામાં આવી હતી.

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, રૂ. ર૦૦૦ ની નોટ હજુ પણ કાયદેસર ચલણ રહેશે. લોકો આને દેશભરમાં આવેલી ૧૯ આરબીઆઈ ઓફિસોમાંથી કોઈપણમાં જમા કરાવી શકે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ વિગેરેમાં આ ઉપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા નોટો મોકલીને પણ તમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકાય છે. આ પ્રક્રિયા માટે કેવાયસી દસ્તાવેજો જરૂરી છે, અને જો રકમ પ૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો પાન કાર્ડ પણ ફરજીયાત છે. નવેમ્બર-ર૦૧૬ માં નોટબંધી પછી જ્યારે પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી ત્યારે ર૦૦૦ રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી.

જો કે, ર૦૧૮-૧૯ માં તેનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે નાના મૂલ્યની નોટો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ હતી. હવે આ નોટને ચલણમાંથી સંપૂર્ણપણે દૂર કરવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. આરબીઆઈએ લોકોને અપીલ કરી છે કે, જો તેમની પાસે હજુપણ ર૦૦૦ રૂપિયાની નોટો બાકી હોય, તો તેઓ શક્ય તેટલી વહેલી તકે તેને જમા કરાવે. નકલી ચલણને નિયંત્રિત કરવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પણ આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh