Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ ન.પા.ના પદાધિકારીઓની વરણી પછી પક્ષમાં નારાજગીનો માહોલ

પ્રમુખ૫દે વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે રંજનબેન દલસાણિયાની વરણી

ધ્રોળ તા. રઃ ધ્રોળ નગરપાલિકામાં ભાજપને બહુમતિ મળતા પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનની ચૂંટણીમાં જે પદાધિકારીઓના નામ જાહેર થયા તેમાં ભજપના જુના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.

ધ્રોળ ન.પા.માં ર૮ સભ્યોમાંથી ૧૯ સભ્યો ભાજપના, ૮ કોંગ્રેસના અને એક અપક્ષ સભ્ય છે. જેમાં પ્રમુખપદ માટે જીવનભર ભાજપને સમર્પિત રહેલા ત્રિકમભાઈ ચાવડા (ધુલાબા૫ા)ના પુત્રવધૂ મંગુબેન ચાવડાનું નામ લગભગ નિશ્ચિત મનાતું હતું. તેના બદલે છેલ્લી ઘડીએ વિજયભાઈ ટપુભાઈ વાઘેલાનું નામ જાહેર થયું હતું. આથી મંગુબેને મતદાનમાં ભાગ લીધો ન હતો. જેથી પ્રમુખની ચૂંટણીમાં ભાજપને ૧૪ ના બદલે ૧૮ મત મળ્યા હતાં. વિજયભાઈ વાઘેલા એક 'દાદા' તરીકેની છાપ ધરાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમના પર જુગાર સહિતના ગુન્હા ધ્રોળ પોલીસ મથકમાં નોંધાયેલા છે. આ ઉપરાંત તેઓ બસપામાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતાં. આવી જ રીતે ગત્ ટર્મમાં બસપામાંથી અને આ ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા સુરેશ ગોસાઈની કારોબારી ચેરમેન તરીકે વરણી થતા ભાજપના જુના અને સમર્પિત કાર્યકરો તેમજ અન્ય નગરસેવકોમાં રોષ તેમજ નારાજગી જોવા મળી હતી.

ધ્રોળના ભાજપના એક વર્ચસ્વ ધરાવતા નેતાએ જ પોતાની મનમાની કરીને પદાધિકારીઓના નામ પોતાની પસંદગી પ્રમાણેના નક્કી કર્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh