Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ ક્ષેત્રોમાં ધિરાણો, મહત્તમ ફ્રી બેન્કીંગ સેવાઓ, સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર સહકારી બેંક
જામનગર તા. રઃ ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ. જામનગર જિલ્લાની અગ્રગણ્ય સહકારી બેંક છે. નવાનગર બેંક વિવિધ ક્ષેત્રોમાં પોતાના ગ્રાહકોને ધિરાણો આપે છે તેમજ મોટાભાગની બેન્કીંગ સેવાઓ પણ ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડે છે. આ ઉપરાંત જામનગર શહેરની જાહેર તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સતત મહત્ત્વનું યોગદાન આપતી રહી છે. હાલ બેંક પોતાની સ્થાપનાના ૪૬ મા વર્ષે પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કર્યા છે.
ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ.ના નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના પરિણામોની વાત કરીએ તો થાપણો રૂ. ૯૬૩.ર૬ કરોડ, ધિરાણો રૂ. ૪૧૭.ર૮ કરોડ, રોકાણો રૂ. ૬૩ર.૪પ કરોડ તથા કાર્યકારી નફો રૂ. ર૪.રપ કરોડ થયો છે.
આ ઉપરાંત સહકારી ભાવનાઓ પર સ્થાપિતઆ સંસ્થા પોતાના સભાસદોને મેડિકલ સહાય, મરણોત્તર સહાય, સભાસદ ભેંટ ઉપરાંત ઘણાં વર્ષોથી મહત્તમ ૧પ ટકા ડિવિડન્ડ પણ આપતી આવે છે. નવાનગર બેંકના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી તેમજ સમગ્ર ડાયરેક્ટરશ્રીઓ નવાનગર બેંકની સતત પ્રગતિના ભાગરૂપે બેંકના ચાલુ વર્ષનો નફો રૂ. ર૪.રપ કરોડનો શ્રેય બેંકના વિનયશીલ અને સતત સેવારત કર્મચારીઓને તથા બેંકના સભાસદોના બેંકમાં રાખેલ વિશ્વાસને આપતા હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે. તેમજ શહેરીજનો અને સભાસદોને પોતાના બેન્કીંગ કાર્યો માટે પોતાના શહેરની બેંક તરીકે નવાનગર કો-ઓપરેટીવ બેંકને પ્રાધાન્ય આપીને તથા જામનગરના ગ્રાહકોની ડિપોઝિટ જામનગરના લોનધારકોને ઉપયોગમાં આવતી હોય, બેંકની ઉન્નતી થકી સ્વઉન્નતી અને શહેરના વિકાસમાં મહત્તમ ફાળો આપવા ચીફ અક્ઝિક્યુટિવ ઓફિસર આર.કે. પાઢ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial