Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંચાઈ માટે બંધાયેલા જળાશયમાં ૧૩ ફૂટ પાણી હોવા છતાં
ખંભાળિયા તા. ૨: ખંભાળિયા સિંચાઈ માટેનો ઘી ડેમ અડધા ઉપરાંત ભરેલો છતાં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા હોવાની તંત્રને રજૂઆત થઈ છે.
ખંભાળિયાનો સિંચાઈ માટેનો ઘી ડેમ કે જેની ઉંચાઈ છતાં એક માસની સિંચાઈની કેનાલ બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ઉલ્લેખનિય છે કે ૬૦/૬૫ વર્ષ પહેલા માત્ર સિંચાઈમાં જ ઘી ડેમ બનેલો હતો જેમાંથી હર્ષદપુર, રામનગર, કુહાડીયા તથા વિસોત્રીના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું.
આ ડેમ માત્ર સિંચાઈનો હતો પણ ધીરેધીરે ખંભાળિયા શહેરને પછી તાલુકાના ૨૬ ગામોને પીવાનું પાણી ઘી ડેમમાંથી આપવાનું શરૂ કરાતા સિંચાઈના પાણીમાં કાપ થવા લાગ્યો અને આ વખતે નર્મદાની પાઈપ લાઈનનું સમારકામ થવાનું હોય નર્મદાનું પાણી ના મળે તેવી સ્થિતિ હોય ઘી ડેમમાંથી પાણી મળે તે માટે સિંચાઈ પર કાપ મુકી દેવાયો છે.
જેથી એક માસની કેનાલ ડેમની બંધ થઈ ગઈ છે ત્યારે ખેડૂત આગેવાનો સંજયભાઈ હરીભાઈ નકુમ, કિશોરભાઈ મંડપિયા, જીતેન્દ્રભાઈ કણઝારીયા, જમનભાઈ નકુમ વિગેરે દ્વારા તંત્રને રજૂઆતો કરીને હાલ ખેડૂતોને મગના પાક તથા મકાઈ-જુવારના પાક તથા ઘાસચારા માટે પાણીની જરૂરત હોય તથા ડેમ પોણા જેટલો ભરેલો છે. ત્યારે બે પાણી આપવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial