Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિકારીની એક સિદ્ધિઃ
જામનગર તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલયમાં ખેલ મહાકુંભ ૩.૦ અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની યોજાયેલી આ સ્પર્ધામાં લોન ટેનિસની ૪૦ વર્ષ ઉપરની મિશ્રિત યુગલ કેટેગરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી કેતન પારેખ અને તેમની સાથે જામનગરના રાજવી મારુએ પ્રથમ વખત રમતા હોવા છતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને રજત ચંદ્રક હાંસલ કર્યો છે. તેમની આ સિદ્ધિ બદલ પોલિસ ટીમ તેમજ શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અનેકવિધ સિદ્ધિઓના સર શિખરો સર કરી ચૂકેલા મદદનીશ પોલીસ કમિશનર કેતન પી. પારેખે ફેબ્રુઆરી ૨૦૧૬ માં દિલ્હી ખાતે નેશનલ પોલીસ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અગાઉ તેમણે ૪૫ થી વધુ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. રાજકીય નેતાઓ અને અમલદારોની બનેલી સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા માટે ૧૯૯૬માં રમતગમત માટે અસાધારણ વ્યક્તિ તરીકે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
૧૯૯૬થી ૨૦૧૫ દરમિયાન લોન ટેનિસના લગભગ ૯ સિંગલ્સ ટાઈટલ, ૧૦ ડબલ ટાઈટલ અને એક ફેમિલી ડબલ ટાઈટલ તેમણે જીત્યા છે. તેમને લોન ટેનિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial