Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજ્ઞાન મેળામાં પી.પી.પી. પ્રેઝન્ટેશનમાંથી પ્રેરણા મળીઃ
જામનગર તા. રઃ જામનગર તાલુકામાં છેવાડાના ગામ સુધી 'ડિજિટલ ઈન્ડિયા' સાકાર થઈ છે, અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યા છે. સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશાં પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.
લાલપુર તાલુકાના જોગવડની પ્રાથમિક શાળાના બાળકોનો પ્રોજેક્ટ વિજ્ઞાન મેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ વિજેતા થયો, પરંતુ જિલ્લા કક્ષાએ એમને બીજો નંબર મળ્યો. શાળાના શિક્ષિકા જાગૃતિબેન દેત્રોજાએ નોંધ્યું કે પ્રથમ નંબર મેળવનાર પ્રોજેક્ટમાં ભાગ લેનાર બાળકોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને પ્રસ્તુતિ કરી હતી અને તેને કારણે આ બાળકો મેદાન મારી ગયા હતાં.
જાગૃતિબેને નક્કી કર્યું કે, પોતે જ પહેલા કોમ્પ્યુટરની થોડી વધુ તાલીમ મેળવશે. ગ્રામીણ વિસ્તારના આ શિક્ષિકાએ આજુબાજુમાં નજર દોડાવી તો નજીકના સિક્કા ગામમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વિનામૂલ્યે સંચાલિત કોમ્પ્યુટર ક્લાસીઝ હતાં. એમણે રોજ અપ-ડાઉન કરીને બે મહિનામાં કોમ્પ્યુટરની જરૂરી જાણકારી મેળવી લીધી.
તાલીમ લીધા પછી એમને લાગ્યું કે, શાળામાં બાળકોને પણ આ વિશેષ તાલીમ મળવી જોઈએ. પ્રમાણમાં અલ્પશિક્ષીત વિસ્તારના વાલીઓને વાત કરી, જેટલા લોકો સહમત થયા એમના સંતાનોને જોગવડથી સિક્કા આવવા-જવાના વાહનનું સંકલન કરી આપ્યું અને આજે બે માસના અંતે એ અગિયાર બાળકો કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા થઈ ગયા છે અને એ રીતે વડાપ્રધાનનું ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન છેક છેવાડાના ગામ સુધી સાર્થક થયું છે.
પોતાના વિદ્યાર્થીઓની આ પ્રગતિથી પ્રસન્ન થઈને જાગૃતિબેન દેત્રોજા આવતા વર્ષે વિજ્ઞાન મેળામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને પોતાની શાળા જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા થશે એવો વિશ્વાસ ધરાવે છે. વિદ્યાર્થીઓના ઘડતરમાં આવો ઊંડો રસ ધરાવતા શિક્ષકમિત્રો પર અભિનંદન વરસ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial