Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શો-રૂમના કર્મચારી સામે પોલીસમાં નોંધાવાઈ ફરિયાદઃ
જામનગર તા.ર : જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં રેડીમેઈડ કપડાનો શો-રૂમ ચલાવતા એક આસામી ને ત્યાં નોકરી કરતા એક શખ્સે શો-રૂમ માલિકના ઘરમાંથી ત્રણ મહિનામાં રૂ.૮,૮૬,પ૦૦ રોકડાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી શિવમ્ સોસાયટીમાં રહેતા અને ત્યાં જ રેડીમેઈડ કપડાનો વ્યવસાય કરતા ચિરાગભાઈ ચંદ્રકાંતભાઈ પંચમતીયા નામના આસામીએ તેની દુકાનમાં નોકરી કરતા અને દિગ્જામ સર્કલ નજીક વસવાટ કરતા રાજદીપગીરી પ્રમોદ ગીરી ગોસ્વામી સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ શો-રૂમમાં કામ કરતા રાજદીપે ગઈ તા.૨૮-૭-ર૦૨૪થી તા.૯-૧૦-ર૦૨૪ દરમિયાન અવારનવાર ચિરાગભાઈના ઘેર જઈ તેમના ઓરડાના કબાટમાંથી રૂ.૮ લાખ ૮૬ હજાર પ૦૦ રોકડા ચોરી કરી લીધા છે. સિટી સી ડિવિઝન પોલીસે બીએનએસની કલમ ૩૦૬, ૩૩૧ (૧) (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial