Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેડીયુનુ ખુલ્લુ સમર્થનઃ એનડીએના સાથીદાર પક્ષોનો ટેકોઃ વિપક્ષો પણ મકકમઃ ચર્ચા શરૂ
નવી દિલ્હી તા. ૨: આજે લોકસભામાં વિપક્ષોના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ વકફ સંશોધન બિલ રજૂ કરી દીધુ છે. આજે બીલ રજૂ થાય એ પહેલા જ જેડીયુએ સમર્થન જાહેર કરી દીધુ હતુ અને ટીડીપી સહિતના એનડીએના સાથીદાર પક્ષોના સમર્થન સાથે બિલ પસાર થઈ જાય, તેવુ જણાતા મોદી સરકાર જોરમાં જણાય છે. જો કે, આઠ કલાકની ચર્ચા પછી આજે આજે બિલ મતદાન પર મુકાશે. અને બળાબળના પારખાં થઈ જશે. આજે લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ વિપક્ષોના હોબાળા વચ્ચે વકફ સંશોધન બિલ રજૂ કરી દીધુ છે.
આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે ૧૨ કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે. વક્ફ સંશોધન બિલ ૨૦૨૫ રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે વચ્ચે હોબાળો પણ કરી વિરોધ પણ નોંધાવી રહૃાા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે.
ગઈકાલે ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિપ જારી કર્યું હતું.
કિરણ રિજિજુએ જણાવ્યું કે, વક્ફ સંશોધન બિલમાં કોઈપણ ધાર્મિક વ્યવસ્થાના હસ્તક્ષેપની જોગવાઈ જ નથી. અમે કોઈપણ મસ્જિદના સંચાલનમાં હસ્તક્ષેપ કરવા જઈ રહૃાા નથી. આ એક સંપત્તિના મેનેજમેન્ટ સાથે જોડાયેલો વિષય છે. કોઈ મુસ્લિમ જકાત આપે છે તો, તેને પૂછનારા અમે કોણ. અમે તો માત્ર તેના મેનેજમેન્ટની જ વાત કરીએ છીએ.
તેમણે કહૃાું કે ૨૦૧૩માં દિલ્હી વક્ફ બોર્ડે પણ સંસદ ભવનને વકફ પ્રોપર્ટી જાહેર કર્યું હતું. યુપીએ સરકારે પણ તેને ડીનોટિફાઈડ કર્યું હતું. જો નરેન્દ્ર મોદીજીની સરકાર ન હોત, જો અમે સુધારો ન લાવ્યા હોત તો આપણે જ્યાં બેઠા છીએ તે જગ્યા પણ વક્ફ મિલકત હોત. જો યુપીએ સત્તામાં હોત તો તેમણે અનેક મિલકતો ડીનોટિફાઈ કરી હોત. હું મારા મનથી કંઈ બોલતો નથી. આ બધું ડેટા અને ઘટનાઓ કહે છે. કિરેન રિજિજુના આ નિવેદન પર વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે. વિપક્ષના હોબાળા પર કિરેન રિજિજુએ કહૃાું કે તર્ક વિના હોબાળો કરવો યોગ્ય નથી. સ્પીકરે કહૃાું કે તમારો વારો આવશે ત્યારે તમે તમારા મંતવ્યો રજૂ કરશો.
રિજિજુએ જણાવ્યું કે, ૨૦૧૪માં અમે સરકારમાં આવ્યા, તે પહેલાં ૨૦૧૩માં એવા પગલાં લેવામાં આવ્યા હતા, તેના લીધે સુધારા બિલ લાવવાની જરૂર પડી. ૨૦૧૩માં ફેરફાર કરવામાં આવ્યો કે, આ દેશનો કોઈપણ વ્યક્તિ (જુદા-જુદા ધર્મ) વક્ફ કરી શકે તેની મંજૂરી યુપીએ સરકારે આપ્યો. બાદમાં શિયા બોર્ડમાં શિયાના લોકો સુન્નીના લોકો સુન્ની બોર્ડમાં જ રહેવાની જોગવાઈ ઘડાઈ. વક્ફ બોર્ડ દેશના કોઈપણ કાયદા કરતાં ઉપર રાખવાની જોગવાઈ બનાવાઈ.
કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ ૨૦૨૫ રજૂ કરતાં ખાતરી આપી હતી કે, આ બિલ જેમ જેમ વંચાશે અને તેના સુધારાઓને ધ્યાનમાં લેશો તો જે આજે વિરોધ કરી રહૃાા છે, તેઓ પણ તેને સમર્થન આપશે. આ બિલ નવો વિષય નથી. ૧૯૩૮માં વક્ફ પર પ્રથમ બિલ બન્યું હતું. ત્યારથી આ મુદ્દો ચર્ચાઈ રહૃાો છે અને સુધારા થઈ રહૃાા છે.
બીજી તરફ વિપક્ષે આ બિલનો જોરદાર વિરોધ કરી રહૃાો છે. વિપક્ષ કહે છે કે આ બિલ લઘુમતીઓના અધિકારો પર હુમલો છે, જ્યારે સરકારનો દાવો છે કે તેનાથી વકફ મિલકતોનું વધુ સારું સંચાલન થશે. ચર્ચા દરમિયાન ગરમાગરમ ચર્ચાઓ થવાની અપેક્ષા છે.
વિપક્ષ સાંસદ કે સી વેણુગોપાલે સદનમાં આ મહત્ત્વના વક્ફ સંશોધન બિલ ૨૦૨૫ મુદ્દે વિચારવા સમય માગ્યો હતો. જેના પર જવાબ આપતાં સ્પીકર ઓમ બિરલાએ કહૃાું કે, અમે બંને પક્ષોને આ બિલ પર વિચારવા માટે સમાન સમય આપ્યો હતો.
કેન્દ્ર સરકાર ૪.૪૦ કલાક સુધી વક્ફ સંશોધન બિલ ૨૦૨૫માં કરવામાં આવેલા સુધારાઓ અંગે સ્પષ્ટતા આપશે. ત્યારબાદ વોટિંગ શરૂ થશે. લોકસભામાં આ બિલ પર ચર્ચા કરવા માટે આઠ કલાકનો સમય આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય લોકદળના સાંસદ ડો. રાજકુમાર સાંગવાને કહૃાું કે, અમે એનડીએનો જ હિસ્સો છીએ. જેપીસીમાં તમામ લોકોએ પોતાના વિચાર રજૂ કર્યા છે. આજે આ બિલ રજૂ કરવામાં આવશે. સરકારે તમામ પાસાંઓને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે. જે તમામના હિતમાં હશે.
સંસદીય સમિતિમાં કુલ ૪૪ સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ ૧૪ સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની ત્નઁઝ્ર દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલ આજે રજૂ થવા જઈ રહૃાું છે, તો તે પહેલા વક્ફ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.
સપા સાંસદ અવધેશ પ્રસાદે જણાવ્યું કે, વક્ફ સંપત્તિઓ પર સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નથી. તેઓ બધુ છીનવી લેવા માગે છે. સમાજવાદી પાર્ટી આ બિલની વિરૂદ્ધમાં છે.
જેપીસીએ વ્યાપક પરામર્શ કર્યોઃ ૯૭ લાખ સૂચનો ધ્યાને લેવાયા
સંસદભવનને પણ વકફની પ્રોપર્ટી ગણાવાઈ હતીઃ રિજિજૂ
બિલ રજુ કરતા કિરણ રિજિજુએ કહ્યું કે જેપીસીએ વ્યાપક પરામર્શ કર્યો. ૨૫ રાજ્યોના વકફ બોર્ડ, કાનૂની નિષ્ણાંતો તથા વિવિધ ક્ષેત્રો તથા સમાજના તમામ વર્ગોએ સૂચનો કર્યા. આ મુસદ્દો ૯૭ લાખ જેટલી સૂચનોને ધ્યાને લઈને બન્યો છે.
તેમણે કહ્યુ કે જેપીસીએ તમામ રાજકીય પક્ષોના મંતવ્યો પણ મેળવ્યા. સરકારે ખુલ્લા મને પ્રસ્તાવ રજૂ કર્યો છે. ૨૮૪ પ્રતિનિધિમંડળોને પણ સાંભળ્યા છે. આશા છે કે વિપક્ષો પણ સમર્થન આપશે.
તેમણે કહ્યુ કે કાયદાથી કોઈ ઉપર નથી. આ બિલ લોકોને ગૂમરાહ કરવાના હજારચકક પ્રયાસો થયા. વકફમાં આ પહેલા પણ સંશોધનો થયા છે. વકફ બિલને લઈને વિપક્ષનુ મન સાફ નથી.
તેમણે કહ્યુ કે સંસદની ઈમારત પર પણ વકફનો કલેઈમ કરાયો હતો. જે મોદી સરકારે નિષ્ફળ બનાવ્યો છે.
વકફ સંશોધન બિલ એટલે મૌલિક અધિકારો પર તરાપઃ
સરકાર લોકોમાં ભાગલા પડાવવા માંગે છેઃ ગૌરવ ગોગોઈ
નવી દિલ્હી તા. રઃ લોકસભામાં વકફ બિલ રજૂ થયા પછી વિપક્ષ તરફથી કોંગી નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે વકફ બિલ લોકોના મૌલિક અધિકારો પર તરાપ મારવા જેવું છે. સરકાર લોકોમાં ભાગલા પડાવવા માંગે છે. મોદી સરકારના સમયગાળામાં લઘુમતિઓની હાલત ખરાબ થઈ ગઈ છે. સરકાર સંવિધાનને કમજોર કરવા માંગે છે. તેમણે કહ્યું કે કેન્દ્રિય મંત્રી રિજ્જુ ગૃહને ગુમરાહ કરી રહ્યા છે. યુપીએ અંગે તેઓ જુઠ્ઠુ બોલ્યા છે. વકફ બિલ દેશના સંધીય માળખા પર હુમલો છે. સરકાર ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે. લઘુમતિ કાર્યાલયે ક્યારેઠ આ બિલની વાત કરી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial