Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના મોડપર પાસે સરકારી જમીનમાં ઝડપાયું ગેરકાયદે માટી-મોરમનું ખોદકામ

મોરમ ભરેલો ટ્રક, હિટાચી મશીન સહિત લાખોનો મુદ્દામાલ કબજેઃ

ખંભાળિયા તા. રઃ ભાણવડના મોડપર ગામના જોધીપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં મોટો ખાડો ખોદી તેમાંથી ખનીજચોરી થતી હોવાની બાતમી પરથી ગઈકાલે ખાણખનીજ ખાતાની ટીમ તથા પોલીસ ટૂકડી ત્રાટકી હતી. આ સ્થળેથી હિટાચી મશીન, મોરમ ભરેલો ટ્રક મળી આવ્યા હતા. મુદ્દામાલ કબજે કરી ખાણખનીજ ખાતાએ તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામમાં ખનીજચોરી થતી હોવાની બાતમી મળતા  પોલીસ તથા ખાણ ખનીજની ટૂકડીએ હરકતમાં આવી જોષીપુરા પાસે વોચ ગોઠવી હતી. જેમાં ત્યાં આવેલી સરકારી જમીનમાંથી માટી-મોરમની ચોરી ઝડપાઈ ગઈ છે.

તે સ્થળે ત્રાટકેલી ખાણ ખનીજની ટૂકડી તથા પોલીસ ટીમે રૂ. ૫૦ લાખથી વધુની કિંમતનંુ હિટાચી મશીન સહિતના સાધનો તથા મોરમ ભરેલો એક ટ્રક મળી આવ્યો હતો. તે માલસામાન કબજે કરી ભાણવડ પોલીસ મથકમાં રખાવ્યો છે.

આ બાબતે ખાણ ખનીજ અધિકારી કે.જે. રાજપરાએ જણાવ્યું છે કે, જે જમીનમાંથી માટી-મોરમનું ખોદાણ કરાતું હતું. તે જગ્યા સરકારી છે. તે જગ્યામાં ઉંડો ખાડો બનાવી તેમાંથી માટી-મોરમ કાઢી લેવામાં આવતા હતા. આ કાર્યવાહીમાં ભાણવડ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર. સવસેટા તથા ટીમ સાથે રહી હતી.

વધુમાં જાણવા મળ્યા મુજબ સરકારી જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી ખનીજ ચોરી કરતા શખ્સને કોઈની સાથે વાંધો પડતા તેણે તંત્રને તેની વિગતો આપી દીધી હતી અને તેના પગલે ખનીજચોરી તથા લાખોનો સામાન ઝડપાઈ જવા પામ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh