Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ખેંચતાણઃ
નવી દિલ્હી તા. રઃ દિલ્હીના મહિલા આયોગના રર૩ કર્મચારીઓની નોકરી છીનવાઈ જતા ફરી રાજકારણ ગરમાય તેવા સંકેત મળી રહ્યા છે.
દિલ્હી મહિલા આયોગમાંથી રર૩ કર્મચારીની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાના આદેશ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે દિલ્હીના મહિલા આયોગના તત્કાલિન અધ્યક્ષ સ્વાતી માલીવાલે નિયમો વિરૂદ્ધ મંજુરી વગર જ આ લોકોની નિમણૂક કરી હતી. આ કાર્યવાહીને કારણે ફરી એકવાર દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ખેંચતાણ વધી શકે છે, જો કે કેજરીવાલ હાલ જેલમાં હોવાથી આ મામલે હવે શું પ્રતિક્રિયા જોવા મળે છે તે જોવાની રહી. બીજી તરફ રર૩ કર્મચારીની નોકરી છીનવાઈ ગઈ, તેનું જવાબદાર કોણ? તેવા સવાલો પણ ઊઠ્યા છે.
આ મામલે આરોપ છે કે જ્યારે સ્વાતિ માલીવાલ ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટના ચેરપર્સન હતા ત્યારે તેમણે સરકારની જરૂરી પરવાનગી લીધા વિના જ નિયમો વિરૂદ્ધ જઈને આ લોકોની નિમણૂક કરી હતી. ડીસીડબલ્યુ પર ડીસીડબલ્યુ એક્ટ ૧૯૯૪ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ એન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો. તેમાં કહેવાયું કે આટલી મોટી સંખ્યામાં લોકોને કામ પર રાખવા માટે કોઈ જરૂરી સ્ટડી પણ કરવામાં આવી ન હતી, કોઈ વહીવટી પરાનગી નહીં અને ખર્ચની મંજુરી પણ નહોતી લેવાઈ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial