Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારને પૂછ્યા સણસણતા સવાલોઃ
નવી દિલ્હી તા. રઃ પાકિસ્તાન સંસદમાં હિન્દુ કિશોરીઓના ધર્મપરિવર્તનનો મુદ્દો ગૂંજ્યો છે, અને ત્યાંની સરકારને સણસણતા સવાલો પૂછાયા છે.
પાકિસ્તાનના હિન્દુ નેતા દાનેશ કુમાર પલયાનીએ હિન્દુ કિશોરીઓના બળજબરીથી ધર્મપરિવર્તનનો મુદ્દો ઊઠાવ્યો. યુએન નિષ્ણાતોએ પાકિસ્તાનમાં લઘુમતી કિશોરી પર અત્યાચારને લઈને સરકારને ચેતવણી આપી પાકિસ્તાનમાં કિશોરીઓના લગ્નની ઉંમર વધારવા કાયદો લવાશે.
પાડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ નેતા અને સેનેટ દાનેશ કુમાર પલયાનીએ સિંધ પ્રાંતમાં ગંભીર માનવાધિકાર પર ચિંતા દર્શાવી છે. તેઓએ જણાય્ કે હિન્દુ સમુદાયની યુવતીઓને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. આ બદરમીયાન ગંભીર માનવાધિકારોના દુરૂપયોગમાં સામેલ લોકો સામે કાર્યવાહી ન કરતી સરકારની ટીકા કરી હતી. પાકિસ્તાન દેશની સંસદમાં બોલતા સેનેટર દાનેશ કુમાર પલયાનીએ જણાવ્યું કે પાકિસ્તાનનું બંધારણ બળજબરીથી ધર્મ પરિવર્તનને મંજુરી નથી આપતું અને નતો કુરાન પણ બળજબરી માટે નથી કહેતું.
પાકિસ્તાની હિન્દુ નેતાની ટીપ્પણી ગત્ મહિને યુનોના વિશેષજ્ઞોએ લઘુમતી સમુદાયોની યુવતી અને કિશોરીઓની સુરક્ષામાં ઘટાડા મુદ્દે નિરાશા દર્શાવી હતી. પલયાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, માસુમ પ્રિયા કુમારીના અપહરણને બે વર્ષ થઈ ગયા છે. સરકાર આ પ્રભાવશાળી લોકો સામે પગલાં લેતી નથી. કેટલાક ગંદા લોકો અને લૂંટારાઓએ આપણી વહાલી માતૃભૂમિ પાકિસ્તાનને બદનામ કર્યું છે.
યુએનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, બાળકોના વિચાર, અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર હોવા છતાં બાળ અધિકારો પરના સંમેલનની કલમ ૧૪ અનુસાર ધર્મ અથવા માન્યતામાં પરિવર્તન કોઈપણ સંજોગોમાં જબાણ અથવા અનુચિત પ્રલોભન વિના મુક્ત હોવું જોઈએ. પાકિસ્તાને આઈસીસીપીઆરની કલમ ૧૮ ના સંદર્ભમાં તેની જવાબદારી નિભાવવાની જરૂર છે અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાની સત્તાવાળાઓએ કાયદા ઘડવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ કે લગ્ન માત્ર ભાવિ પતિ-પત્નીની મુક્ત અને સંપૂર્ણ સંમતિથી જ થાય અને છોકરીઓ સહિત લગ્ન માટેની લઘુત્તમ વય ૧૮ વર્ષ સુધી વધારવી જોઈએ.
યુએનના નિષ્ણાતોએ ગયા મહિને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની યુવતીઓ અને યુવતીઓ માટે સુરક્ષાના સતત અભાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓ બળજબરીથી ધર્મ પરિવર્તન, અપહરણ, હેરફેર, બાળ શોષણ, વહેલા અને બળજબરીથી લગ્ન અને જાતિય હિંસા માટે ખાસ કરીને સંવેદનશીલ રહે છે. ધાર્મિક લઘુમતી સમુદાયોની યુવતીઓ અને છોકીરોઅને આવા જધન્ય માનવાધિકાર ઉલ્લંઘનો માટે ખુલ્લા પાડવી અને આવા ગુનાઓની મુક્તિ હવે સહન કરી શકાતી નથી અને ન્યાયી પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial