Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુકામકાજના દિને બેંકને તાળાઃ
જામનગર તા. રઃ લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા માટે વીશાળ સ્ટાફની જરૂરીયાત રહેતી હોય છે. આથી તમામ વિભાગમાંથી થોડા સ્ટાફની સેવા મેળવવાની હોય છે. જેથી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવે છે અને તે જરૂરી પણ છે. પરંતુ આખી ઓફિસ બંધ રાખીને તમામ સ્ટાફે ચૂંટણીમાં ફાળવી દેવામાં આવે તે વ્યાજબી નથી કારણ કે ઘર બાળીને તીરથ કરાય નહીં. સલાયામાં કોઈક આખુ જ બુથ એક માત્ર બેંકનો તમામ સ્ટાફ ચૂંટણી તાલીમમાં જતો રહેતા બેન્કીંગ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. આથી બેંક સેવા ખોરવાઈ ગઈ હતી. ખંભાળીયા તાલુકાનાં સલાયા થી એક માત્ર રાષ્ટ્રીયકૃત બેંક હોય બેંક ઓફ બરોડાના તમામ ૧૦૦ ટકા સ્ટાફને ગઈકાલે ચૂંટણી માટેની તાલીમમાં મોકલી દેવાયો હતો. આથી સલાયાનાં માછીમારો, વેપારીઓ અને બેંકના અન્ય ગ્રાહકો પરેશાન થઈ ગયા હતાં. તેમને બેંકમાં પૈસા જમા કરવા કે ઉપાડવાની સુવિધા ગઈકાલે મળી ન હતી.
ઉપરાંત એટીએમમાં પણ પૈસા ખુટી પડતાં તે મશીન પણ બંધ થયા હતાં. આથી નગરજનોમાં રોષ ફેલાયો હતો. અડધો સ્ટાફ બેંકમાં રાખીને સેવા ચાલુ રાખી શકાય નહીં...? શા માટે તમામ સ્ટાફને એક જ દિવસમાં તાલીમ માટે મોકલી દેવાયો...? શું બેંક સેવા અગત્યની નથી...? આ પ્રશ્નો સલાયામાં લોકોના મોઢે સાંભળવવા મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial