Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર પછી જૂનાગઢમાં ચૂંટણીસભાઓ ગજવ્યા પછી આજે સાંજે
જામનગર તા. રઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારનો ગુજરાતમાં બીજો દિવસ છે. આજે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર તથા બપોરે જૂનાગઢની સભાઓ ગજવ્યા પછી સાંજે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચૂંટણીસભા યોજાવા જઈરહી છે. આ માટે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ગઈકાલથી ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં ચૂંટણીસભાઓ કરી રહેલા વડાપ્રધાને આજે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરની સભાઓને સંબોધી છે, અને બપોરે જૂનાગઢની ચૂંટણીસભા પછી હવે જામનગરમાં સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધન કરવાના છે. જામનગરમાં આજે સવારથી જ આ માટે તૈયારીઓ થઈ રહી છે.
જામનગરમાં આજે સાંજે વડાપ્રધાનના આગમન પહેલાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. વડાપ્રધાનના આગમનના સ્થળથી માંડી સભા સ્થળ સુધી ગઈકાલે એસપીજીની ટીમના વડપણ હેઠળ પોલીસે રિહર્સલ પણ યોજ્યું હતું. એરફોર્સ સ્ટેશનથી વાયા ખોડિયાર કોલોની, સાતરસ્તા સુધી તસેતસુ સુરક્ષા ટીમોએ ચકાસી લીધુ છે.
રેન્જ આઈજી, એસપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો તેમજ જામનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ ટીમો પણ બંદોબસ્તમાં ખડેપગે છે. જામનગર, દ્વારકાના એસપી સહિતના છ એસપી, નવ ડીવાયએસપી, સોળ પીઆઈ, પચ્ચાસ પીએસઆઈ સહિતની ટીમ સભા સ્થળ સુધી બંદોબસ્ત રાખી રહી છે. તે ઉપરાંત ૨૨૦૦થી વધુ પોલીસ જવાનો પણ વડાપ્રધાનની સુરક્ષા માટે તૈનાત છે.
આજે સાંજે વડાપ્રધાન જામનગર આવી રહ્યા છે ત્યારે એરફોર્સ સ્ટેશનથી માંડી સાત રસ્તા સુધીના ટ્રાફિક વ્યવહારને અન્ય માર્ગાે પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જે માર્ગાે પર વાહનોને વાળવામાં આવશે તે માર્ગાે પર પણ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ન ઉદ્ભવે તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે.
જામનગરમાં ચૂંટણીસભાને સંબોધન કર્યા પછી વડાપ્રધાન ભાજપના સ્થાનિક નેતાઓ સાથે થોડો સમય રોકાઈને પરામર્શ કરે કે ક્ષત્રિય આગેવાનો સાથે અનૌપચારિક બેઠક યોજે, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે, જો કે હજુ ભાજપ તરફથી આ અંગે કોઈ જાહેર થયું નથી, પરંતુ આ પ્રકારની કોઈ વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ રહી હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડો ફેરફાર પણ થઈ શકે છે.
જામનગર-પોરબંદરના ઉમેદવારો ઉપસ્થિત
જામનગર તથા પોરબંદર જિલ્લાની આજની વડાપ્રધાનની જામનગરની ચૂંટણી સભામાં જામનગર બેડકના ઉમેદવાર પૂનમબેન માડમ અને પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા સહિત ચારથી પાંચ ઉચ્ચ અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial