Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રિટનની કંપની એસ્ટ્રાઝેનેકા-એક્સફોર્ડે
લંડન તા. રઃ કોવિડ-૧૯ ની વેક્સિનની આડઅસરો અંગે એસ્ટ્રાઝેનેકાએ નિવેદનમાં કહ્યું છે કે અમારી સહાનુભૂતિ એવા લોકો પ્રત્યે છે કે જેમણે વેક્સિનની આડ અસરને લીધે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અથવા તો તેમને ગંભીર પ્રકારની સમસ્યા થઈ છે.
કોવિડ-૧૯ વેક્સિનની સાઈડ ઈફેક્ટને લઈ એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડના નિવેદન પછી ભારે વિવાદ થયો છે. આ દરમિયાન કંપનીએ મંગળવારે દર્દીઓની સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સાથે એમ પણ કહ્યું છે કે દુર્લભ કિસ્સામાં લોહીમાં ગાંઠ બનવા અને પ્લેટલેટ ઓછા થવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં કોવિશિલ્ડ નામથી આ વેક્સિન આપવામાં આવે છે. તેને પૂણે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રથમ વખત નથી કે જ્યારે એસ્ટ્રાઝેનેકાએ કોવિડ વેક્સિનની આડ અસરનો સ્વીકાર કર્યો હોય.
બ્રિટનની એક કોર્ટમાં કંપની સામે ૧૦૦ મિલિયન પાઉન્ડનો એક કેસ ચાલી રહ્યો છે. કંપનીએ સ્વીકાર કર્યો છે કે અત્યંત દુર્લ્ભ કિસ્સામાં વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિંડ્રોમનું કારણ બની શકે છે. એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદનમાં કહ્યું છે કે, અમારી સહાનુભૂતિ એવા લોકો પ્રત્યે છે કે જેમણે વેક્સિનની આડ અસરને લીધી પોતાના સ્વજનોને ગુમાવ્યું છે અથવા તો તેમને ગંભીર પ્રકારની સમસ્યા થઈ છે. દર્દીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. વેક્સિન સહિત તમામ દવાઓના સુરક્ષિત ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે અમારી પાસે સ્પષ્ટ અને કડક માપદંડો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ વેક્સિનને ૧૮ વર્ષ અને વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ માટે સુરક્ષિત અને અસરકારક ગણાવી છે.
સીરમ ઈન્સ્ટિયુટ ઓફ ઈન્ડિયાએ એમઆરએનએ ટેકનોલોજીને બદલે વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરી કોવિશિલ્ડ કોવિડ-૧૯ વેક્સતિ તૈયાર કરી છે. આ વેક્સિન માનવી કોષોમાં કોવિડ-૧૯ સ્પાઈક પ્રોટીનને લઈ જવા માટે એક સંશોધિત ચિંપાંજી એડેનોવાયરસ સીએચ એડીઓએક્સ-૧ નો ઉપયોગ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial