Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શિત કરાયાઃ
જામનગર તા. રઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હેઠળ ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારના ચૂંટણી ફરજ પરના માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી, જેમાં મતદાન પ્રક્રિયા દરમિયાન લેવાની થતી કાળજીઓ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શિત કરાયા હતાં.
લોકસભા સમાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે તા. ૦૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ૧૨ - જામનગર સંસદીય મત વિસ્તારમાં જુદા જુદા મતદાન મથકોએ ચૂંટણી ફરજ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા ૮૧- ખંભાળિયા અને ૮૨- દ્વારકામાં નિયુક્ત કરેલા માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ જનરલ ઓબ્ઝર્વર હસમતઅલી યાતોની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી.
આ તકે જનરલ ઓબ્ઝર્વર હસમતઅલી યાતોએ માઇક્રો ઓબ્ઝર્વરોને તેઓએ કરવાની થતી કામગીરી અંગે મુંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મતદાનના દિવસે પોલિંગ બુથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી અતિ મહત્ત્વની હોવાથી તેઓને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની બાબતો તથા દરેક કામગીરીનું જીણવટપૂર્વક નિરીક્ષણ કરવા સૂચવ્યું હતું. તદ્ઉપરાંત સોંપાયેલ કામગીરી સુચારૂ અને યોગ્ય રીતે પાર પાડવામાં આવે તે માટે તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સને મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા કરવામાં પોતાનું યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે. ડી.પટેલએ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતદાનના દિવસની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં હતી. ત્યારબાદ વધુમાં તેઓએ માઇક્રો ઓબ્ઝર્વરને ચૂંટણી પ્રક્રિયાની આંખ અને કાન સમાન ગણાવી મતદાન બુથ ઉપર મતદાનની ગુપ્તતા તેમજ ત્યાં થતી મોકપોલ સહિતની તમામ પ્રક્રિયાઓ ઉપર ચાંપતી નજર રાખવા સૂચન કર્યું હતું.
આ તાલીમ પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી.પંડ્યા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ખંભાળિયા - કે.કે. કરમટા, માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial