Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાઓ દ્વારા અનોખી રીતે મતદારોને જાગૃત કરાયાઃ
જામનગર તા. રઃ 'ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ' સૂત્ર હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાઈ. મહિલાઓએ મહેંદી થકી અનોખી રીતે મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતતા કેળવવા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.
સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી.
તદ્નુસાર મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓએ મતદાન જાગૃતિ માટે '૭ મે અચૂક મતદાન', 'આઈ એમ રેડી ટુ વોટ' 'છે. આ સૌની જવાબદારી, મત આપે સૌ નરનારી', 'સારે કામ છોડ દો, સબસે પહલે વોટ દો' જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો. આ તકે મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાનના શપથ લીધા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial