Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનમાં લોટ ૮૦૦ રૂપિયે કિલો અને એક રોટલીના રપ રૂપિયાઃ પ્રજામાં પ્રચંડ રોષ

મોંઘવારીનો દર ૩૮ ટકાઃ આઈએમએફની કડક શરતો કારણભૂત?

ઈસ્લામાબાદ તા. રઃ પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થોની કિંમતો વધતા ઘણાં પરિવારો પાયાની સુવિધાથી વંચિત થયા છે. પાકિસ્તાનમાં એક કિલો લોટ ૮૦૦ રૂપિયામાં તો એક રોટલીની કિંમત રપ રૂપિયા છે. આનું મુખ્ય કારણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એ પાકિસ્તાનને લોન આપતી વખતે કેટલીક શરતો મૂકી હતી. તેની અસરોને માનવામાં આવે છે.

પ્રચંડ મોંઘવારીને લઈને પાકિસ્તાનમાં મોટો હોબાળો ચાલી રહ્યો છે. લોકો સરકાર સામે ખુલ્લેઆમ નારા લગાવીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ખાદ્ય પદાર્થોના ભાવ પાકિસ્તાનમાં આસમાને પહોંચ્યા છે. લોટ અને રોટલી એટલી મોંઘી છે કે, સામાન્ય લોકો તેને ખરીદી શકતા નથી.

કરાચીમાં દુકાન ચલાવતા દુકાનદારે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ખાદ્ય પદાર્થોની કિંમતો વધી રહી છે. અમે અમારા પરિવારોને પાયાની સુવિધાઓ આપી શકતા નથી, પરંતુ અમારા નેતાઓ મોજ માણી રહ્યા છે. અમે ખોટા લોકોને વોટ આપ્યો છે. તેઓ અમારી જરૂરિયાતો પર ધ્યાન આપ્યા વિના મજા માણી રહ્યા છે.

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર કરાચીમાં હાલમાં એક કિલો લોટ ૮૦૦ રૂપિયામાં મળે છે. પહેલા તે ર૩૦ રૂપિયામાં મળતો હતો, જ્યારે એક રોટલીની કિંમત રપ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જો કે તે પાકિસ્તાની ચલણમાં છે, જો ભારતીય ચલણની દૃષ્ટિએ જોઈએ તો હજુ પણ એક કિલો લોટની કિંમત ર૩૮ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના લગભગ ૩.૪પ રૂપિયા બરાબર છે.

કરાચીની શાળાના એક શિક્ષકે કહ્યું કે, મૂળભૂત બાબતો અમારી પહોંચની બહાર છે. ગેસનું ઉદાહરણ લઈએ તો, સરકાર અમને મૂર્ખ બનાવતી રહે છે કે, સરકાર એલપીજીની વ્યવસ્થા કરી રહી છે. થોડા સમય પહેલા સુધી લોટ ર૩૦ રૂપિયા પ્રતિકિલો મળતો હતો, હવે તેની કિંમત ૮૦૦ રૂપિયાને વટાવી ગઈ છે. જે વ્યક્તિ દરરોજ પ૦૦ રૂપિયા કમાય છે તે તેના પરિવાર માટે દરરોજ ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરશે?

પાકિસ્તાની અખબાર ડોનને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ હાલમાં પાકિસ્તાનમાં જબરદસ્ત મોંઘવારી છે. અહીં મોંઘવારી દર ૩૮ ટકા સુધી વધી ગયો છે, જે દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. ખાદ્ય ફૂગાવાનો દર પણ ૪૮ ટકા પર પહોંચી ગયો છે, જે ર૦૧૬ પછી સોથી વધુ છે.

પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં ટામેટા ૧૮૮ ટકા, ડુંગળી ૮૪ ટકા, શાકભજી પપ ટકા, મસાલા ૪૯ ટકા, ગોળ ૪૪ ટકા, ખાંડ ૩૭ ટકા, બટાટા ૩૬ ટકા વધ્યા છે. એક વર્ષમાં લોટમાં ૩ર ટકા અને માંસમાં રર ટકાનો વધારો થયો છે. ગેસના ભાવમાં ૩૧૯ ટકા, વીજળીમાં ૭૩ ટકા ફર્નિચરના ભાવમાં રર ટકા અને પુસ્તકોના ભાવમાં ૩૪ ટકાથી વધુનો વધારો થયો છે.

પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારી પાછળનું કારણ દેવું અને અર્થતંત્રની ધીમી ગતિ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઈએમએફ એ પણ પાકિસ્તાનને લોન આપતી વખતે કેટલીક શરતો મૂકી હતી. આમાંની એક શરતોમાં સબસિડી દૂર કરવાનો સમાવેશ થાય છે. આ સ્થિતિને કારણે પાકિસ્તાન સરકારે સબસિડી નાબૂદ કરી છે, જેના કારણે ખાદ્યપદાર્થોથી લઈને મૂળભૂત જરૂરિયાતો સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. પાકિસ્તાની ચલણ પણ એક વર્ષમાં પ૦ ટકાથી વધુ નબળું પડ્યું છે. તેના કારણે આયાત મોંઘી થઈ ગઈ છે.

એશિયન ડેવલપમેન્ટ બેંકે એપ્રિલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તે ઉપરાંત ઘણી મોટી એજન્સીઓએ પણ ઓછી જીડીપી વૃદ્ધિની આગાહી કરી છે. વિશ્વ બેંકે કહ્યું હતું કે આર્થિક આંચકો એક કરોડ લોકોને ગરીબી તરફ ધકેલી શકે છે. પાકિસ્તાનની લગભગ ૧૦ કરોડ વસતિ પહેલેથી જ ગરીબીમાં જીવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh