Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રોકાણકારો સાથે છેતરપિંડીના ગુન્હામાં પેઢીના હેડની આગોતરા અરજી

અદાલતે આરોપીને આગોતરા આપવાનો કર્યાે ઈન્કારઃ

જામનગર તા. રઃ જામનગરમાં ક્રેડીટ બુલ્સ નામની શેરબજારનું કામ કરતી પેઢી દ્વારા રોકાણકારોને ઠેંગો બતાવી છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ પોલીસમાં કરાયા પછી આ ગુન્હાના એક આરોપીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી અદાલતે રદ્દ કરી છે.

જામનગરમાં પી.એન. માર્ગ પર આવેલી એક ઈમારતમાં ક્રેડીટ બુલ્સ નામની શેરબજારનું કામકાજ કરતી પેઢી શરૂ કરાયા પછી તેમાં રોકાણ કરનાર આસામીઓને વળતર અપાવવાની લાલચ બતાવી છેતરી લેવાયાની ફરિયાદ પોલીસમાં  કરાઈ હતી.

ઉપરોક્ત પ્રકરણમાં પોલીસે ધવલ દિનેશભાઈ સોલાણી, ફરઝાના ઈરફાન શેખ, યશ દિનેશભાઈ સોલાણી સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો હતો અને આરોપી પૈકીના પંકજ વડગામાની ધરપકડ કરી હતી. તે પછી આ પેઢીના એચઆર હેડ તથા ઓપરેશન મેનેજર યશ સોલાણીએ પોલીસની ધરપકડથી બચવા માટે આગોતરા જામીન મેળવવા જામનગરની અદાલતમાં અરજી કરી હતી.

તે અરજી સંદર્ભે સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોમાં જણાવાયું હતું કે, આ ગુન્હાની એફઆઈઆરમાં પ્રથમથી જ આરોપીનું નામ છે તેને આગોતરા જામીન આપવામાં આવશે તો ગેરકાનૂની આર્થિક પ્રવૃત્તિ કરતા આસામીઓને છૂટો દૌર મળશે. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh