Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં સીસી રોડ નબળો બનતા કોન્ટ્રાક્ટરને નોટીસ પાઠવાઈ

ગેરંટી પિરિયડમાં હોવાથી ઈજારેદાર કરાવશે મરામત

ખંભાળિયા તા.રઃ ખંભાળિયામાં જોધપુર ગેઈટ પાસે બજાણા રોડના રસ્તા પર પાલિકા દ્વારા સી.સી. રોડનું કામ કરવામાં આવેલું જે રસ્તામાં કેટલાક સ્થળે ખાડા પડી જતા તથા રસ્તાનું નબળું કામ હોય, આ બાબતે સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટીસ આપવામાં આવી છે તથા ગેરંટી પિરિયડ હોય સ્વખર્ચે રીપેરીંગની તાકીદ પણ કરવામાં આવી છે.

પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા વ્ય્વસ્થિત રીપેરીંગ કરવા પ્રયાસો હાથ ધરાયા છે.

આ કામ જે વખતે થયેલું તે વખતે બે વખત કમોસમી માવઠાનો વરસાદ થતા સી.સી. રોડનું કામ નબળું થતાં આમ બન્યાનું બહાર આવેલું છે તે સમારકામ કરવા પ્રયાસો હાથ ધરાયા છે.

અગાઉ ખંભાળિયા તાલુકા પંચાયતથી સરકીટ હાઉસ જતો રસ્તો બનેલો તેનો ગેરેંટી પિરિયડ પૂરો થઈ ગયો હોય, પણ આ રસ્તામાં ક્યાંક ઉખડી ગયાની ફરિયાદ થતા કોન્ટ્રાક્ટ દ્વારા આ રસ્તો પણ વિનામૂલ્યે રીપેરીંગ માટે તજવીજ શરૂ કરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh