Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી

છેલ્લા ર૪ કલાક દરમિયાન આંશિક ઘટાડોઃ

જામનગર તા. રઃ જામનગરમાં મિશ્ર વાતાવરણ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં હાલ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. સવારે અને સાંજે ઠંડક તો બપોરે આકરો તાપ પડી રહ્યો છે. ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હોસ્પિટલોમાં માથા તથા ૫ેટમાં દુઃખવું, તાવના કેસો વધારે નોંધાઈ રહ્યા છે.

નગરમાં આજે સવારે પૂરા થતાં કલાક દરમિયાન આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૪ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીએ રહેતા ગઈકાલે બપોરે પણ આકરો તાપ રહેવા પામ્યો હતો.

જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી. રહી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૬ર ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh