Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ચૂંટણીકર્મીઓએ કર્યું પોસ્ટલ મતદાન

લોકસભાની ચૂંટણી માટે ફરજ પર રોકાયેલા

ખંભાળીયા તા. ૨: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૪૩૨ કર્મચારીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગીતા નોંધાવી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે આગામી તા. ૭ મેના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન થનાર છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી, કર્મચારીઓ મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.

તા. ૩૦-૦૪ના પ્રથમ દિવસે ૧૨ જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ખંભાળીયા અને ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલ અધિકારીઓ-કર્મચારીઓ સહિત કુલ ૪૩૨ અધિકારી, કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં સહભાગીતા નોંધાવી હતી.

જેમાં ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ ૧૨ જામનગર સંસદીય મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ ૮૧ ખંભાળીયા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કુલ ૨૨૬ અને ૮૨ દ્વારકા વિધાનસભામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કુલ ૨૦૬ જેટલા અધિકારી-કર્મચારીએ પ્રથમ દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh