Advertisement
Author: નોબત સમાચાર

પોલીસની ફરજમાં રૂકાવટ કરવાના ગુન્હામાં લાંબાના પાંચ આરોપીની મુક્તિ

રેતી ભરતા પોલીસે અટકાવતા બન્યો હતો બનાવઃ

જામનગર તા. રઃ કલ્યાણપુરના લાંબા ગામના પાંચ શખ્સ સામે ચાર વર્ષ પહેલાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડવા તથા મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે તમામનો છૂટકારો ફરમાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખીમાભાઈ જગાભાઈ, ભરત જગાભાઈ, દેવરખી વજશીભાઈ, અરશી મશરીભાઈ, સામત ખીમાભાઈ નામના શખ્સો દરિયાકાંઠાના વિસ્તારમાંથી ટ્રેક્ટરમાં રેતી ભરતા હોવાની જે તે વખતે પોલીસને બાતમી મળતા પોલીસ ટીમ દોડી હતી.

પોલીસે તે સ્થળે ઉપરોક્ત શખ્સોને રેતી ભરતા અટકાવતા પોલીસને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને ફરજમાં રૂકાવટ કરાઈ હતી. આ બાબતનો ગુન્હો વર્ષ ૨૦૨૦માં નોંધાયા પછી અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.

તે કેસ કલ્યાણપુરની અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે આરોપીઓના વકીલ સિમ્પલબેન એન. ગોસ્વામી, મહેન્દ્ર ભોગાયતા, વી.એ. ચૌહાણની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh