Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાનને સારવારમાં રાજકોટ ખસેડાયોઃ
જામનગર તા. રઃ જામનગરના સુભાષબ્રિજ પાસે આવેલી મોચી સમાજની જગ્યામાં મંગળવારે ઝઘડો કરતા એક શખ્સને સમજાવવા ગયેલા યુવાન તથા તેના પત્ની, ભાઈઓ, ભત્રીજાઓ પર ચાર શખ્સે છરીથી હુમલો કર્યાે હતો. એક યુવાનને વધુ ઈજા થતાં સારવાર માટે હાયર સેન્ટર ખસેડવામાં આવ્યો છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી આવાસમાં બ્લોક નં.એ/૧માં રહેતા અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા દિલીપભાઈ બાબુભાઈ ચાવડા નામના મોચી યુવાન મંગળવારે રાત્રે સુભાષબ્રિજ પાસે આવેલી મોચી સમાજની વાડીની જગ્યામાં આવ્યા હતા.
આ સ્થળે તેમની જ જ્ઞાતિનો અશોક જેઠવા નામનો શખ્સ ઝઘડો કરતો હતો તેને દિલીપભાઈએ ઝઘડો ન કરવા કહેતા અને સમજાવટ કરતા ત્યાંથી અશોક જતો રહ્યો હતો. તે પછી ત્રણ અજાણ્યા શખ્સ સાથે અશોક પરત આવ્યો હતો. જ્યાં તેણે દિલીપભાઈ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હુમલાનો પ્રયાસ કર્યાે હતો. આ વેળાએ દિલીપભાઈના પત્ની વચ્ચે પડતા અશોકે તેમના પર હુમલો કર્યાે હતો. જેમાં આ મહિલાને ગાલ પર છરી વાગી ગઈ હતી.
આ વેળાએ દોડી આવેલા દિલીપભાઈના મોટાભાઈ જગદીશભાઈ, હેમતભાઈ અને ભત્રીજા રાહુલ તથા રોહિત પર પણ ચારેય શખ્સે હુમલો કરી રાહુલને પડખામાં છરી હુલાવી દીધી હતી. આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. પોલીસે દિલીપભાઈની ફરિયાદ પરથી ચારેય હુમલાખોરો સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial