Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા આઠ વર્ષ પહેલાં થઈ હતી હત્યાઃ
જામનગર તા.ર : લાલપુરના આરબલુસ ગામની સીમમાંથી એક યુવાનની હત્યા કરાયા પછી દાટી દેવાયેલો મૃતદેહ સાડા આઠ વર્ષ પહેલાં મળી આવ્યો હતો. તે ગુન્હામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીને અદાલતે શકનો લાભ આપી છોડી મુક્યા છે.
લાલ૫ુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા એક ખેતર નજીકના કોઠાવાળી ધાર પાસે ખાડામાંથી ગઈ તા.૪-૭-૧૫ના દિને એક અજાણ્યા યુવકનો જમીનમાં દાટેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેને બહાર કઢાવી પોલીસે હાથ ધરેલી તપાસમાં ભરતસિંહ પી. જાડેજા, સત્યનારાયણ રામચંદ્ર નામના બે શખ્સની સંડોવણી બહાર આવી હતી.
આ શખ્સોએ અમિતકુમાર સિંગ સુરેશસિંગ નામના યુવાન સાથે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી કર્યા પછી ભરતસિંહે અમિતકુમારને ગળાટૂંપો આપી દીધાનું અને સત્યનારાયણે આ યુવાનના પગ પકડી રાખ્યાનું ખૂલ્યું હતું. તે પછી પુરાવાનો નાસ કરવા આ શખ્સોએ મૃતદેહને ભોંમાં ભંડારી દીધો હોવાનું ખૂલ્યું હતું.
ઉપરોક્ત ગુન્હો પોલીસે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૧૧૪ હેઠળ નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૨૬ સાક્ષીની જુબાની રજૂ કરી હતી. બંને પક્ષો તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે બંને આરોપીને શંકાનો લાભ આપી છોડ્યા છે. આરોપી તરફથી વકીલ રાજેશ કનખરા, ભાવીક નાખવા, યશ કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial