Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં કોમેન્ટો થતા કરાઈ ચોખવટઃ
નવી દિલ્હી તા. રઃ કોવિશિલ્ડ વિવાદ નહીં પણ આચારસંહિતાને કારણે કોવિડ સર્ટીફિકેટમાંથી પીએમ મોદીની તસ્વીર હટાવાઈ હોવાની ચોખવટ કરવામાં આવી રહી છે, કારણકે આ મુદ્દે સોશ્યલ મીડિયામાં કોમેન્ટો થવા લાગી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોવિડ-૧૯ વેક્સિનેશન માટે બોવીન સર્ટીફિકેટ્સમાં નોંધનીય ફેરફાર કર્યો છે. કોવિન સર્ટીફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો દૂર કરવામાં આવ્યો છે. અગાઉ આ સર્સ્ટીફિકેટમાં ગંભીર કોરોના વાયરસ સામે ભારતનો સામૂહિક ઉકેલના સંદેશ સાથે મોદીની ફોટો દર્શાવવામાં આવતી હતી, જેમાં સંદેશ હતો કે, 'ભારતે એકસાથે મળી કોવિડ-૧૯ ને હરાવ્યો'.
જો કે, કોવિશિલ્ડની આડઅસર થવાની વાત એસ્ટ્રેઝેનેકા દ્વારા સ્વીકારવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટો કોવિન સર્ટીફિકેટમાંથી દૂર કરવામાં આવી છે. યુકેની કોર્ટમાં એસ્ટ્રેઝેનેકાએ સ્વીકાર્યું હતું કે, કોવિશિલ્ડથી ઘણાં લોકોમાં થ્રોમ્બોસિસ વીથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છે. આ બીમારીથી લોહીની ગાંઠો થાય છે.
ભારતમાં કોવિશિલ્ડના લગભગ રપ૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એસ્ટ્રેઝેનેકાના આ નિવેદન પછી મોદીની ફોટો સર્ટીફિકેટમાંથી દૂર કરવામાં આવી હોવાનું ઘણાં યુઝરને અનુભવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઘણાં યુઝર્સે ટ્વિટ કર્યું છે કે, કોવિડ-૧૯ વેક્સિનેશન સર્ટીફિકેટ્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ દૂર થઈ ગયો છે.
અક યુઝર સંદીપ મનુધાનેએ ટ્વિટ કર્યું કે, 'કોવિડ વેક્સિન સર્ટીફિકેટ પર મોદીજી હવે દેખાતા નથી. તમે ડાઉનલોડ કરો અને જુઓ, તેમની ફોટો ગાયબ છે.' કોંગ્રેસ ફંક્શનરી તરીકે ઓળખાવતા અન્ય એક યુઝર ઈરફાન અલીએ રિટ્વિટ કર્યું છે કે, હા, મેં ચેક કર્યું છે કોવિડ સર્ટીફિકેટમાંથી પીએમ મોદી ગુમ થઈ ગયા છે. હવે તેમના ફોટોના બદલે માત્ર ક્યુઆર કોડ જ આવી રહ્યો છે.
આરોગ્ય અને જનકલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, લોકસભા ચૂંટણીઓના કારણે મોડલ કોડ ઓફ કંડક્ટના ભાગરૂપે વેક્સિન સર્ટીફિકેટમાંથી તેમનો ફોટો દૂર કર્યો છે. નોંધનીય છે કે, આ પ્રથમ વખત નથી કે, જેમાં કોવિડ વેક્સિનેશન સર્ટીફિકેટ્સમાંથી મોદીજીનો ફોટો દૂર કરવામાં આવ્યો હોય, અગાઉ પણ તેમનો ફોટો દૂર કરી ચૂક્યા છીએ. ર૦રર માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના પગલે વેક્સિનેશન સર્ટીફિકેટ્સમાંથી મોદીજીની ફોટો દૂર કરવામાં આવ્યો હતો. આ પગલું વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા લેવું ફરજિયાત હતું.
કેરળ હાઈકોર્ટમાં વેક્સિનેશન સર્ટીફિકેટ પર મોદીની તસ્વીર અંગે પીઆઈએલ ફાઈલ થઈ હતી, જેમાં જજ પીવી કુંહીક્રિશ્નને જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં જારી કરવામાં આવતા કોવિડ વેક્સિન સર્ટીફિકેટ પર તેના ચૂંટાયેલા નેતાઓના ફોટો નથી. તેઓ કદાચ તેમના વડાપ્રધાન પર ગર્વ અનુભવી રહ્યા નથી, પણ આપણને તો આપણા વડાપ્રધાન પર ગર્વ છે.
વિરોધ પક્ષ કોંગ્રેસે ડબલ્યુએચઓની ગાઈડલાઈન્સનું અનુસરણ ન કરવા બદલ ભાજપ સરકાર પઆ આક્ષેપો કર્યા છે, તેમજ કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા માગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial