Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની વધુમાં વધુ મતદાન કરવા સમાજને અપીલ
રઘુવંશી સમાજને બપોર સુધિમાં જ ૧૦૦ ટકા મતદાન કરવા લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલનો અનુરોધ
ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ તરફથી મળી રહ્યું છે પ્રચંડ સમર્થન
જામનગર તા. રઃ ૧ર લોકસભા (જામનગર-દેવભૂમિ દ્વારકા)ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને દરેક સમાજનું પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. વિવિધ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ટેકો પ્રાપ્ત થઈ રહ્યો છે. રઘુવંશી સમાજ આયોજિત સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના પ્રત્યેક નાગરિકના હિતલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. અને દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. ૧ર લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ સતત પ્રજા વચ્ચે રહી સમર્પિત કામગીરી કરી રહ્યા છે, અને આગામી લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે વિવિધ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરવામાં આવી રહ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવેલ કે, લોકસશાહીના મહાપર્વમાં દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ, પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હાલ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને હવે વિશ્વ સ્તરે ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આપણે સૌ તેઓના રાષ્ટ્રવિકાસના યજ્ઞમાં આહુતિ આપીને દેશહિત માટે ફરજ બજાવીયે. તેમણે વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા જાવવામાં આવેલ કે, ભગવાનશ્રી રામના વંશજ તરીકે રઘુવંશી સમાજ, બપોર પહેલા ૧૦૦ ટકા મતદાન કરી આપણા સમાજની તાકાતના દર્શન કરાવીએ.
આ કાર્યક્રમમાં બારાડી લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાશભાઈ રાયચુરા, જામનગર લોહાણા મહાજન વડીલ સમિતિના સભ્ય તથા ધારાશાસ્ત્રી નટુભાઈ બદીયાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, તુલસીભાઈ ભાયાણી, મૌલીક નથવાણી, મહામંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી નિર્મલભાઈ સામાણી, મંત્રી ભાવિન અનડકટ, સંગઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા, ઓડિટર બાબુભાઈ બદીયાણી, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, નેશનલ શિપીંગ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન વકીલ મનોજ અનડકટ, મહાનગરપાલીકાના કોર્પાેરેટર પન્નાબેન કટારીયા, કુસુબેન ચોટાઈ (પંડયા), ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા ઉપરાંત હાલાર પંથકના લોહાણા મહાજનના યુવક મંડળો, કર્મચારી મંડળો તથા મિડીયા ક્ષેત્રમાં રહેલ જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial