Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદરના ઉપક્રમે
પોરબંદર તા. રઃ પોરબંદરમાં રઘુવંશી પરિવારો માટે સમૂહ જનોઈ/મા રાંદલ લોટાનું પ્રથમવાર ભવ્ય આયોજન કરાશે. સત્કાર્ય સાથે સેવાના સૂત્ર સાથે કાર્યરત લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર દ્વારા જ્ઞાતિ સેવાર્થે સગપણ સેવા/સમૂહ લગ્નોત્સવ (વિનામૂલ્યે) નું આયોજન કરવામાં આવે છે.
આયોજકએ જણાવે છે કે, પૂ. જલારામ બાપાની કૃપાથી આગામી તા. ૧ર-પ-ર૦ર૪, રવિવારે 'સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર' (વિનામૂલ્યે) તેમજ 'મા રાંદલનો દરબાર'નું પોરબંદર લોહાણા મહાજન તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, દાતાઓના શુભેચ્છા સહકાર સાથે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવા ઈચ્છુક રઘુવંશી પરિવારો 'વહેલો તે પહેલો' મુજબ નામ નોંધાવી આપવું. સમૂહ જનોઈ તેમજ મા રાંદલના લોટા કાર્યક્રમના મુખ્ય યજમાન સ્વ. મીનાબેન વિજયભાઈ લાખાણી હસ્તેઃ વિજયભાઈ ધીરજલાલ લાખાણી તથા ચિંતનભાઈ વિજયભાઈ લાખાણી (જામરાવલવાળા) પરિવાર છે.
સમગ્ર બન્ને આયોજન તા. ૧ર-પ-ર૦ર૪, રવિવારે લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પોરબંદરમાં ભવ્ય રીતે યોજાશે. સમગ્ર આયોજન અંગે માહિતી/ પૂછપરછ તથા નામ નોંધાવવા વ્યવસ્થા૫ક સુરેશભાઈ બારાઈ (મો. ૭૩૮૩૬ ૬૮૦૦ર), હરિશભાઈ પોપટ (મો. ૯રર૮૩ ૮ર૯૪૪), હિતેષભાઈ ઉનડકટ (મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬) નો સંપર્ક કરવો.
બન્ને આયોજન પ્રથમવાર યોજાય રહેલ હોય, અનેરા ઉત્સાહ સાથે સંસ્થાના મેમ્બર પ્રવિણભાઈ મદલાણી, યવશંતભાઈ પોપટ, ભાવિનભાઈ સાયાણી, હરિશભાઈ ઠકરાર, દિપકભાઈ ચોલેરા, રોહિતભાઈ ઠકરાર, મિતેશભાઈ ચોલેરા, દિપકભાઈ દાસાણી, અશોકભાઈ ચંદારાણા, પ્રદીપભાઈ કોટેચા, રાજ પોપટ, તુષાર બરાઈ, સંદીપભાઈ દાવડા, ભરતભાઈ ચંદારાણા તેમજ મહિલા મંડળના અર્ચનાબેન પોપટ તેમજ સેવાભાવી બહેનો આયોજન સફળ બનાવવા જહેમત ઊઠાવી રહેલ છે. આ સત્કાર્ય પ્રવૃત્તિમાં તન-મન-ધનથી સહયોગી બનવા દરેક રઘુવંશી પરિવારોને અપીલ કરવામાં આવે છે, કેમ કે સૌના સાથ-સહકારથી આ સત્કાર્ય યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial