Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના માલેતા, રાવલ, ભાટીયા, ભોગાતમાં જુગારના પાંચ દરોડા પડ્યા

આરંભડામાં જુગાર રમતા છ ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: કલ્યાણપુર તાલુકાના માલેતા જામરાવલ, ભાટીયા તથા ભોગાત ગામમાં પોલીસે જુગાર પકડવા પાડેલા પાંચ દરોડા ઉપરાંત આરંભડામાં પણ દરોડો પાડ્યો હતો. છ દરોડામાં ર૬ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે. કુલ રૂપિયા અઢી લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામની સીમમાં એક ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી દ્વારકા એલસીબીના સ્ટાફે ગઈરાત્રે રાજેશ મેરામણ સુવા નામના શખ્સના ખેતરમાં ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે રાજેશ સુવાને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા રફીક અકબર શેખ, ભરત અરશીભાઈ સુવા, મશરીભાઈ દવુભાઈ કરમુર, ધરણાંત લખુભાઈ સુવા, નેભાભાઈ વજસીભાઈ સુવા, આદમ અબુ રૃંઝા, બશીર જુસબ મંઘરા, જેઠાભાઈ હમીરભાઈ સુવા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ।.૪૦૫૦૦ રોકડા, આઠ મોબાઈલ, પાંચ બાઈક મળી કુલ રૂ।.૨,૧૧,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી કલ્યાણપુર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

કલ્યાણપુરના ભોગાતમાં ગઈકાલે જાહેરમાં તીનપત્તી રમતા પાલાભાઈ દેસુરભાઈ કરંગીયા, જેઠાભાઈ કરશન ભાઈ ભાચકન, બળદેવસિંહ ભીખુભા વાઢેરને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૧૦૦૬૦ રોકડા કબજે લીધા છે.

ભોગાતમાં બીજા દરોડામાં વકુભાઈ કાનાભાઈ કંડોરીયા, જગાભાઈ રામશી કરંગીયા, કરશનભાઈ અરશીભાઈ આંબલીયા નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા રૂ।.૩૬૩૦ સાથે પકડાઈ ગયા છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા મુકેશભાઈ વસરામભાઈ મારૂ, રામદે ભીમાભાઈ સોલંકી, નાથાભાઈ સુકાભાઈ ગામી નામના ત્રણ શખ્સને પોલીસે ૭૨૦ સાથે પકડી લીધા છે.

ભાટીયા ગામમાં જુગાર રમતા રમેશ ગોપાલભાઈ કારીયા, જયેશ કાનાભાઈ થારૂ નામના બે શખ્સને પોલીસે રૂ।.૬૫૦ સાથે પકડી લીધા હતા.

મીઠાપુર નજીક આરંભડા સીમમાં ગંજીપાનાથી જુગાર રમતા મુળુભા માણસીભા કેર, માણસીભા મુળુભા કેર, નાયાભા આલાભા માણેક, વલીમામદ નુરમામદ બોલીમ, ઈશાક હનીફભાઈ નોડે, અબ્બાસ દાઉદ ઉઢા નામના છ શખ્સ રૂ।.૨૧૮૦૦ સાથે પકડાઈ ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh