Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજસીટોકની કાર્યવાહીમાં ઉમદા કામગીરીઃ
જામનગર તા. ૧૭: જામનગરના સિટી ડીવાયએસપી ઓફિસના એએસઆઈને તેઓના ઉત્કૃષ્ઠ ફરજ પાલન અંગે રાજકોટ રેન્જ આઈજી દ્વારા વિશેષ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો છે.
જામનગર પોલીસ દ્વારા જુદા જુદા સમયે ચાર ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તે કાર્યવાહી અંતર્ગત સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની કચેરીમાં એએસઆઈની ફરજ બજાવતા સંજયસિંહ ગોવુભા જાડેજાએ રાઈટર તરીકે સરાહનીય કામગીરી બજાવી હતી.
આ પોલીસ કર્મચારીએ સિન્ડીકેટ્સ વિરૂદ્ધ નક્કર અને કડીરૂપ પુરાવા મેળવવા માટે મહત્ત્વનો ફાળો આપી કેસને મજબૂત બનાવવાની કામગીરી બજાવી હતી. તેઓના ફરજ પાલનની નોંધ લઈ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે વિશેષ પ્રશંસાપત્ર અર્પણ કરી તેઓનું સન્માન કર્યું છે. આ વેળાએ જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial