Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફલાયઓવરની નીચે હવે પાર્કિંગની સાથે સ્પોર્ટસ એકિટવિટીની સુવિધા પણ ઉભી કરાશે

વિવિધ હેતુઓના ગાળાઓ મુજબ ક્રમબદ્ધ આયોજન

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફોર-લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની નીચેના વિશાળ વિસ્તારનો મહત્તમ ઉપયોગ થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ફ્લાયઓવરના નીચેના ગાળાઓમાં પાર્કિંગની સુવિધા ઉપરાંત વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના બ્લોક વિકસાવવામાં આવનાર છે. આ માટે કુલ ૧૨ ગાળાઓને ચાર અલગ-અલગ ભાગમાં વહેંચી વિવિધ રમતગમતની સુવિધાઓ ઊભી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફ્લાયઓવરની નીચેના ગાળાઓમાં પાર્કિંગ સહિત ફૂડ ઝોન, ટોયલેટ બ્લોક, વેઇટિંગ અને સિટિંગ જેવી નાગરિક સુવિધાઓ વિકસાવવાની કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના આયોજન મુજબ ભાગ-૧માં વાલ્કેશ્વરી એરિયા નજીકના ત્રણ ગાળાઓ, એટલે કે પી-૦૫થી પી-૦૬, પી-૦૬થી પી-૦૭ અને પી-૦૭થી પી-૦૮માં સ્પોર્ટ્સ એક્ટિવિટી બ્લોક વિકસાવાશે.

તે જ રીતે ભાગ-૨માં ગુરુદ્વારા સર્કલ નજીકના બે ગાળાઓ, પી-૨૧થી પી-૨૨ અને પી-૨૨થી પી-૨૩નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાગ-૩માં અંબર સર્કલ નજીકના પાંચ ગાળાઓ પી-૪૧થી પી-૪૨, પી-૪૨થી પી-૪૩, પી-૪૩થી પી-૪૪, પી-૪૪થી પી-૪૫ અને પી-૪૫થી પી-૪૬માં વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે બ્લોક બનાવવાનું આયોજન છે. જ્યારે ભાગ-૪માં ફોરેસ્ટ ઓફિસ નજીકના બે ગાળાઓ, પી-૭૪થી પી-૭૫ અને પી-૭૫થી પી-૭૬નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ચારેય સ્થળોએ બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બેડમિન્ટન, ઓપન જિમ સહિતની વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સુવિધાઓ કાર્યરત થયા બાદ શહેરના યુવાનો, બાળકો તેમજ રમતપ્રેમીઓને શહેરના મધ્ય વિસ્તારમાં જ વિવિધ રમતો માટે નવી જગ્યા ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત ફ્લાયઓવરની નીચે અલગ-અલગ ચાર સ્થળોએ ટોયલેટ બ્લોક બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બે સ્થળોએ ફૂડ કોર્ટ વિકસાવવાની કામગીરી પણ આયોજન હેઠળ છે. આમ, ફ્લાયઓવરની નીચેનો વિસ્તાર માત્ર વાહન પાર્કિંગ પૂરતો મર્યાદિત ન રહે પરંતુ રમતગમત, મનોરંજન અને ખાણીપીણી સહિતની વિવિધ નાગરિક સુવિધાઓથી ધમધમતો બને તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહૃાું છે.

આ સમગ્ર આયોજનમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસીસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની તથા તેમની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા અને આયોજન આગળ ધપાવવામાં આવી રહૃાું છે.

જામનગરમાં નિર્માણ પામેલો આ એલિવેટેડ ફ્લાયઓવર શહેરના મહત્વના ટ્રાફિક જંક્શનોને જોડે છે અને તેની નીચેના વિસ્તારોને પણ નાગરિકલક્ષી ઉપયોગમાં લેવાના આ આયોજનથી ફ્લાયઓવર માત્ર ટ્રાફિક વ્યવસ્થાના ઉકેલ પૂરતો નહીં રહે, પરંતુ શહેરના નાગરિકોને નવી સુવિધાઓ આપતું સ્થળ પણ બનશે.

આગામી સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ જામનગરવાસીઓને ફ્લાયઓવરની નીચે જ વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ માટે આધુનિક અને સુવિધાયુક્ત સ્થળો ઉપલબ્ધ થવાની સંભાવના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh